________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૫
પ્રકાશનો દુરુપયોગ કર્યો, ભયંકર દુરુપયોગ કર્યો. દુરુપયોગ કરતા હશે આ જમાનામાં કોઈ ? બુદ્ધિથી દુરુપયોગ કરતા હશે ખરા કોઈ ? પ્રશ્નકર્તા ઃ કરતા હશે.
દાદાશ્રી : ઓછી બુદ્ધિવાળાનો લાભ ઊઠાવી લે કે ના ઊઠાવે ? આ વેપારીઓ શેનો લાભ ઉઠાવે ? જે ભોળો હોય તેનો ? જે કાટ હોય તેનો લાભ ઊઠાવે કે ભોળાનો ઊઠાવે ? બધા ભોળાનો લાભ ઊઠાવે.
બુદ્ધિતો આર.ડી.એક્સ. !
આમ છે તે જીવડાં ના મારે, ત્યારે બુદ્ધિથી મારે છે. એ શેના જેવું છે. એનો દાખલો આપું કે, આપણે રસ્તામાં જતાં હોઈએ અને રસ્તો કાદવકીચડવાળો હોય, ત્યાં આપણી પાસે એક પેલું કેન્ડલ હોય, ખૂબ લાઈટ આપે એવું હોય ને, હવે બીજા લોકો બિચારા ફાનસ લઈને આવે તેને રસ્તો બરોબર દેખાતો ના હોય, તો આપણે એ લોકોને કહીએ કે ભઈ આવો અહીં આગળ હું ઊભો રહું છું. ઊભા રહીને એમને રસ્તો દેખાડવો. આપણું વધારે અજવાળાવાળું છે, માટે એમને અજવાળું ધરવું, એ આપણી ફરજ છે. હવે આ છે તે વધુ બુદ્ધિ, તે વધુ અજવાળું છે આપણી પાસે ને પેલા પાસે ઓછું અજવાળું છે, એ બિચારા આમ ખાડામાં પડે ને, એટલે આપણે એમને શું કરવું જોઈએ તરત ? આવી રીતે ના કરશો, આમ કરજો ભાઈ ! તેને બદલે બુદ્ધિથી લૂંટ્યું.
બુદ્ધિથી મારે એ તમને સમજાયું ? વધારે બુદ્ધિવાળા, ઓછી બુદ્ધિવાળાને મારી-ઠોકીને પાડી દે. આ બોસ જરા વધારે બુદ્ધિશાળી હોય ને, તો નીચેવાળાને, કામ કરતો હોય તોય ટૈડકાય ટૈડકાય કરે. અલ્યા, કામ કરે છે, તોય શું કરવા ટૈડકાવે છે ? અને એની વાઈફ હોય, તેની જોડે ‘ભાઈસા’બ, ભાઈસા'બ' કર્યા કરે. કારણ કે બુદ્ધિથી મારવાનું. હવે પેલો બુદ્ધિથી લઈને મારવા જાયને તો બઈ ડફણું મારે, એટલે પછી ત્યાં બુદ્ધિ ચાલે નહીં. ડફણા આગળ બુદ્ધિ ચાલે નહીં. જ્યાં ડફણું દેખેને, ત્યાં બુદ્ધિ બંધ થઈ જાય.
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
ગરીબને તો આપણે સલાહ આપવી જોઈએ, શાંતિ આપવી જોઈએ. અને આપણા વધુ લાઈટના (સલાહના) પૈસા ના લેવા જોઈએ. આ તો બુદ્ધિ વધારે છે. એટલે અબુધની પાસે પંપ મરાવી લે અને બુદ્ધિ વધારે તો ભેળસેળ કરતાં આવડેને ? આ સોનું ભેળસેળવાળું કરતાં કોણે શીખવાડ્યું હશે ? ત્યારે કહે, હિન્દુસ્તાનના સોનીએ. બહાર ફોરેનમાં ભેળસેળ સોનું હોતું જ નથી. આ તો હિન્દુસ્તાનના સોની ! આ બધી
શોધખોળ ઈન્ડિયનોની છે.
८६
અને કેવું ભેળસેળ કરે છે ?
એક શેઠે ઘઉંનું એક વેગન ઉતાર્યું'તું. તે ગુણો બારોબાર સીધી ગોડાઉનમાં ગઈ. અને એક વેગન રેતીનું ઉતાર્યું'તું. તે રેતી ને ઘઉં બેઉ ભેળસેળ કરીને, ફરી ગુણો ભરી લીધી. રેતી બહારથી વેચાતી લાવ્યા ! ક્યારે આ લોકોનું કલ્યાણ થશે ? ત્યારે કહે છે, ‘ભૂલ કોની ? આ વેગન લાવનારાની ભૂલ છે ? રેતી લાવનારાની ભૂલ ?” ત્યારે કહે, ‘ના, ભોગવે તેની ભૂલ.' અત્યારે તો એમને ત્રણ ગણા પૈસા મળી ગયા. એ ફરી ભોગવશે ત્યારે એની ભૂલ. પણ અત્યારે તો આ ભોગવે તેની ભૂલ.
એટલે આ લોકો માટે પહેલી, બીજી અને ત્રીજી નર્ક ખુલ્લી થઈ ગયેલી છે. અને ત્યાં જગ્યા પુષ્કળ છે, અનામત છે, રિઝર્ડ છે ! બુદ્ધિથી માર માર કર્યું ને, તે નવી પ્રકારનું નર્કગતિમાં જવાનું થયું આ. પહેલાં બુદ્ધિથી મારતા નહોતા, કહીને મારતા'તા કે હું મારીશ તમને. આ તો બુદ્ધિથી મારે છે ને અહિંસક કહેવડાવે છે.
પ્રશ્નકર્તા : આ બુદ્ધિનું તો આપણા હિન્દુસ્તાનના લોકોએ નવું વિજ્ઞાન શોધી કાઢ્યું છે મારવાનું ?
દાદાશ્રી : નવું જ વિજ્ઞાન (!) અને તે આ કાળમાં જ. કોઈ કાળમાં એવું ન્હોતું. તે આ કાળમાં અને આ વિપરીત સંજોગો ભેગા થયા છે, પચ્ચીસસો વર્ષમાં. એટલે એમાંથી સૂઝ ના પડી. આમેય સૂઝ ના પડી ને આમેય સૂઝ ના પડી. ત્યારે જે છે એ આપણો માલ, જે થશે તે ખરું, કહે છે.