________________
(૪)
ડખા બુદ્ધિતા, સમાધાત જ્ઞાતતાં !
હેઠાં મેલ્યાં હથિયાર “હીઝ હાયલેસે' ! પ્રશ્નકર્તા : કોઈ આપણી ઉપર બુદ્ધિથી ગોળીબાર કરતો હોય અને આપણને તકલીફમાં મૂક્તો હોય તો આપણે શું કરવું ?
દાદાશ્રી : એવું છે કે, જો મોક્ષ જોઈતો હોય તો જોયા કરવાનું અને જો સંસાર જોઈતો હોય, ભટકવું હોય તો ગોળી મારવી આપણે.
પ્રશ્નકર્તા : એના જેટલી બુદ્ધિ આપણામાં ના હોય તો ?
દાદાશ્રી : બુદ્ધિ હોય તોય મોક્ષ જોઈતો હોય તો એણે ગોળી મારવાની શી જરૂર ? અને સંસાર જોઈતો હોય તો ગોળી માર માર કરો. શું જોઈએ છે તમારે ?
પ્રશ્નકર્તા : મોક્ષ જોઈએ છે, પણ... દાદાશ્રી : ભટકવાનું ગમે છે કે આ ગમે છે ?
પ્રશ્નકર્તા : મોક્ષ જોઈએ છે પણ સામેવાળો આપણી ઉપર ગોળીબાર ના કરે એવી ઇચ્છા ખરી.
દાદાશ્રી : ના, એ તો ઇચ્છા ચાલે નહિ. ગોળીબાર કરવા દેવો. આ ગોળીબાર કરેલા છે તેનું ફળ આવેલું છે. આ ગમ્યું નથી. માટે લઈ લો અને જમે કરી દો !
પ્રશ્નકર્તા : એટલે શાંત રહેવાનું આમ ?