________________
૧૦૩
૧૦૬
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પગને અને પોતાને અરધો ઈચ છેટું રહે છે. અરધો ઈચ અડી જાય તો કામ થઈ જાય. એસ્પિરિયન્સ (અનુભવ) જ્ઞાનથી બુદ્ધિ એટલે સુધી પહોંચી શકે છે કે તીર્થંકર, જ્ઞાની કે કેવળી હોય, એમના ચરણથી આ અરધો ઈચ જ છેટો રહે. - બુદ્ધિ ક્યારે વધે ? લોભ ઘટતો જાય ત્યારે બુદ્ધિ વધે, ક્રોધ ઘટતો જાય ત્યારે બુદ્ધિ વધે, માન ઘટતું જાય ત્યારે બુદ્ધિ વધે, એવું છે. આ તો ઘરનાં જોડે, પાડોશી જોડે, ભાડુઆત જોડે, તારે મેળ નથી ખાતો, તારા મન જોડે જ મેળ નથી ખાતો, તે બુદ્ધિશાળી કેવી રીતે ? છતાં મનમાં માની બેસે કે હું બુદ્ધિશાળી.
અક્કલવાળા પાછા અક્કલના ઈસ્કોતરા કહેવાય. પતંગ ચગાવાય, પણ બુદ્ધિ ચગાવાય ? એ તો અક્કલના ઈસ્કોતરા કહેવાય. અહીં ઈન્ટેલિજન્ટ (બુદ્ધિશાળી) આવે છે પણ શાનો ઈન્ટેલિજન્ટ ? અહીં આવે કે વાળીઝૂડીને એની ધૂળ કાઢી નાખું.
અને મુંબઈમાં રોજ બુદ્ધિવાળા બધાં આવે છે, તે એમની ખુમારી હોય. તે પછી હું એમને કહું છું કે, ‘તમે બુદ્ધિશાળી છો ?” ત્યારે કહે, અમે બુદ્ધિજીવી તો ખરા જ ને !' કહ્યું, ‘ઘરમાં વઢવાડ થાય છે ?” ત્યારે કહે, ‘મહિનામાં પાંચ-સાત દહાડા, વધારે નહીં.’ મેં કહ્યું, ‘ખરા બુદ્ધિશાળી હોય તો એને કોઈની જોડે ડખો જ ના થાય.” બુદ્ધિશાળી માણસ તો બધા ડખા મટાડી શકે છે. તમામ પ્રકારના ડખા મટાડી શકે છે પણ ચિંતા ના મટાડી શકે. ચિંતા જરાક તો થાય જ. કારણ કે અવળે રસ્તે છે ને એટલે ! પણ ડખા મટાડી શકે.
એટલે ઘણાં બધાં દુઃખો તો (સવળી) બુદ્ધિથી નિવારણ કરી શકાય એવાં છે. છતાંય બુદ્ધિશાળીઓને જેને ઈન્ટેલિજિલ્શીયા (બૌધિકો) કહેવામાં આવે છે ને, એ બધાને ત્યાં એ જ દુ:ખો ભરાયેલાં છે.
પ્રશ્નકર્તા : એવું કેમ હશે ?
દાદાશ્રી : એવું છે ને, એ બુદ્ધિશાળીઓનો મોનિટર કોણ ? બુદ્ધિશાળીઓ બધું કરી શકે ખરા, પણ મોનિટર કોણ ? ‘પદ્માબેન’ (એની
(૪) ડખા બુદ્ધિના, સમાધાન જ્ઞાનના ! વાઈફ). ‘પદ્માબેન’ કહે, ‘આમ’ એટલે પેલાનું બગડ્યું. તમને કેમ લાગે છે ? બધાં બુદ્ધિશાળીઓ સ્લીપ થઈ જાય છે, પદ્માબેનથી (વાઈફથી) !
કોમનસેન્સ કાઢવી ક્યાંથી ? પ્રશ્નકર્તા: કોમનસેન્સ એ કોમન નથી હોતી, એ તો બહુ ઓછા જણ પાસે હોય છે.
દાદાશ્રી : એવી રીતે કોમન નહીં. કોમનસેન્સનો અંગ્રેજી અર્થ કહું એવરીવ્હેર એપ્લીકેબલ (બધે ઉપયોગી થાય). દરેક તાળાં ઊઘડે. આ દુનિયામાં કોઈ એવું તાળું ના હોય કે ન ઊઘડે. કટાઈ ગયેલું હોય તોય ઊઘડે, એનું નામ કોમનસેન્સ. આ બધી અત્યારે છે લોકોને, એ કોમનસેન્સથી તો નવું તાળું ઊઘડતું નથી, બળ્યું ! અરે, ઊઘડેલું તાળું વસાઈ જાય છે !!
પ્રશ્નકર્તા : તો આને અકોમનસેન્સ કહેવી જોઈએ ?
દાદાશ્રી : ના, એવું ના બોલાય આપણાથી. કોમનસેન્સ જુદી વસ્તુ છે. આ લોકોને ‘કોમન'ની પેઠે બુદ્ધિ છે એવું ન હોય ! કોમનસેન્સ એટલે એવરીબેઅર એપ્લીકેબલ. એ હિન્દુસ્તાનમાં ભાગ્યે જ કોઈ માણસમાં હોય, થોડી ઘણીય ! નોનસેન્સેય બહુ ઓછા હોય અને કોમનસેન્સવાળાય ઓછા હોય. નોનસેન્સ પાંચ-પચાસ માણસ હોય, વધારે નહીં. વચલો ગાળો બહુ હોય, સેન્સિટીવ ! આ બધા સેન્સિટીવનેસની નજીકના બધા. જરા કહ્યું કે ‘ચંદુભાઈમાં અક્કલ નથી”, તે દહાડે આખી રાત એ ઊથે નહીં.
કોમનસેન્સથી મોક્ષ થાય. કોમનસેન્સ માણસોને હોય નહીં. આ કાળમાં ક્યાંથી હોય ? એટલે બહુ જૂજ હોય. કોમનસેન્સ ક્યાંથી લાવે ?
તથી છતાં માતે બુદ્ધિશાળી ! પ્રશ્નકર્તા : અમુક લોકો બુદ્ધિશાળી વર્ગ તો કહેવાય ?
દાદાશ્રી : બુદ્ધિશાળીની તો અહીં જરૂર જ નહીં. બુદ્ધિશાળી તો મેં જોયો જ નહીં કોઈ માણસ. તમે જોયેલો કોઈ દિવસ ?