________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
મેં એવી જાગૃતિનો લેમ્પ જ મેલ્યો, તે કશું દુ:ખ જ નથી મને. તે બુદ્ધિનો લેમ્પ જ ઊડાડી મેલ્યો, અબુધ થઈને બેઠો. કશું ભાંજગડ જ નહીં ને હવે. ડિરેક્ટ લાઈટ પાર વગરનું છે !
પ્રશ્નકર્તા : આ જાનવર છે, એને આપણા કરતાં વહેલો મોક્ષ થાય એવું ખરું ?
દાદાશ્રી : એને ક્યાંથી મોક્ષ હોય બિચારાને ? એ બધા મનુષ્યમાં, જાગૃતિમાં આવ્યા પછી, સંપૂર્ણ જાગૃતિ થયા પછી એને ચિંતાઓ-ઉપાધિઓ થશે. ત્યાર પછી બંગલા હોય, ગાડીઓ હોય, તોય મનમાં એ નક્કી કરશે કે ‘બળ્યું, અહીં કંઈ સુખ નથી.” જાગૃતિ ટોચ ઉપર હોય છતાં અહીં આમાં સુખ નહીં લાગે. ત્યારે એ નક્કી કરશે કે હવે મોક્ષે જવું છે, એવું એને ખાતરી થઈ જાય, ત્યારે એ મોક્ષની ભાંજગડ કરે. એટલે આ આપણા હિન્દુસ્તાનના લોકોને જ સમજણ પાડું કે ભઈ, આમાં સુખ નથી.
આ પલ્લામાં જેટલી બુદ્ધિ હોય, જેટલી બુદ્ધિ વધે, બુદ્ધિ પાંચ રતલ હતી, તે ત્રીસમે વર્ષે ત્રીસ રતલ થાય ત્યારે આ બાજુ બળતરા પાંચ રતલ હતી, તેને બદલે ત્રીસ રતલ બળતરા શરૂ થઈ જાય. જેટલી બુદ્ધિ વધતી જાય તેમ બળાપો વધતો જાય.
પ્રશ્નકર્તા : તો બુદ્ધિ વધારવી નહીં ? કઢાપો ઓછો કરવા માટે, બુદ્ધિ ના વધે તો કઢાપો ના વધે ?
દાદાશ્રી : પણ તમે આ કાંટો સમજ્યા ? બાજુ જેમ જેમ બુદ્ધિ વધતી જાય, તેમ તેમ બળાપો વધતો જાય.
પ્રશ્નકર્તા : પણ કઢાપો ન વધારવા માટે બુદ્ધિ ન વધારીએ તો સારું ને ?
દાદાશ્રી : ના, એમાં કશો દહાડો વળે નહીં ને ! એ તો બુદ્ધિ વધ્યા કરવાની ને બળાપો થયા કરવાનો. એમાં ચાલે એવું નથી હપુરું.
અમેય ભોગવેલી બળતરા, અહંકારતી ! હું જોઈ ગયો કે બુદ્ધિ વધતી ગઈ તેમ તેમ બળતરા વધતી ગઈ. આ મારી વાત કરું છું. બધી.
પ્રશ્નકર્તા : તમને શેની બળતરા થતી હતી ?
દાદાશ્રી : બધી બહુ પાર વગરની બળતરા, અહંકારની. અંબાલાલભાઈ કહે, આવા છ અક્ષર કોઈને બોલતા ન ફાવે, તો અંબાલાલ’ બોલી જાય તો એનો કોઈ ગુનો છે ? પણ મને રાતે ઊંઘ ના આવે. એ શું સમજે છે એના મનમાં ? લો હવે ! મોટું રાજ ના મળે, ગાદી ના મળે ! પણ ઊંઘ ન હતી આવતી. એટલે પછી હું બળતરાનું પડીકું વાળી, પછી મંતર બોલ્યો અને બે ઓશીકાં હતાં, તેની વચ્ચે મૂકી દીધું ને સૂઈ ગયો ત્યારે ઊંધ આવી. સવારના એ પડીકું હતું તે વિશ્વામિત્રી નદી હતી ત્યાં નાખી આવ્યો. એ આમતેમ કરીને દહાડા કાઢેલા.
પહેલેથી મમતા જ નહીં, અહંકાર એકલો જ, ગાંડો, બિલકુલ ગાંડો અહંકાર.
પ્રશ્નકર્તા : ગાંડો કેમ કહો છો ?
દાદાશ્રી : મિલવાળા હિસાબમાં ના આવે. મિલવાળો બોલાવવા આવે તોય મનમાં હિસાબમાં ના આવે. ‘બેસો થોડીવાર, ઉતાવળ ના કરશો.’ એ ગાંડો જ ને ? બાકી, મજૂર જોડે સારું રાખે. હા, અહીંના દુનિયાના મોટા માણસો હોય, એમને પછાડે જરા, પણ નાના માણસોને આમ સારું રાખે. એટલે હાથ નીચેવાળા જોડે સારું રાખેલું. ઉપરીને ઠોકેલા. હા, ઉપરી ગમે નહીં. એટલે ‘ભગવાન ઉપરી છે એવું જાણું, ત્યારે જ મહીં કંટાળો આવ્યો કે આ ઉપરી વળી પાછો આવ્યો ? આના કરતાં હીરાબા શું ખોટા, એ ઉપરી ? એ શોધખોળ કરી, કોઈ ઉપરી છે નહીં. નકામી આ ઉપાધિ છે.
જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અવેરનેસ, બિવેરનેસ અને એલર્ટનેસ