________________
૭૨
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૭૧ દાદાશ્રી : મુક્તિની આશા જ ક્યાં રાખવી ? એ તો જ્યારે વીતરાગ થાય ત્યારે મુક્તિ થાય. પણ એ વીતરાગને મળે તો વીતરાગ થાય. વીતરાગ બીજ મળતું નથી, કોઈ વખત.
પ્રશ્નકર્તા : આ કાળમાં વીતરાગ ભાવ કેળવવો એ તો બહુ મોટી વાત છે.
દાદાશ્રી : વીતરાગ ભાવ શી રીતે આવે છે ? વીતરાગ ભાવ એટલે શું ? સ્વપ્રકાશભાવ ! સ્વપ્રકાશભાવ એટલે બુદ્ધિનો અભાવ, એટલે જો બુદ્ધિનો અભાવ થયો તો વીતરાગ ભાવ થયો, નહીં તો વીતરાગ ભાવ તો આવે જ નહીં ને ? એટલે ત્યાં સુધી વીતરાગભાવ તો કોઈને હોય જ નહીં ને ? વીતરાગ ભાવ થઈ ગયો એટલે થઈ રહ્યું અને એ તો છેલ્લામાં છેલ્લું પદ !
અહંકાર હોય ત્યાં સુધી બુદ્ધિ ઊભી રહે. અને બુદ્ધિ હોય ત્યાં સુધી બધો ડખો, ત્યાં વીતરાગ ભાવ ના રહે. બુદ્ધિ હોય તો જોખમેય ખરું. ક્યારે બુદ્ધિ અને પછાડી મારે કોઈ ફેરો, એ કહેવાય નહીં.
બુદ્ધિ એમાં પ્રકાશ મારી દે કોઈક ફેરો. અમે સમજી જઈએ કે આની બુદ્ધિ ગુલાંટ મારે છે. તે ઘડીએ અમે ચૂપ રહીએ. નહીં તો પછી વધારે જક્કે ચઢે. વધારે જક્કે ચઢે તેમ વધારે અંધારામાં પેસે, તેમ વધારે અવિનય કરતો જાય. એના કરતાં થોડા વિનયમાં પતાવી દઈએ. અવિનય થાય તોય એને સમજીએ કે અત્યારે લપસ્યો છે. તે બિચારો હમણે પડી જશે. બુદ્ધિવાળાને છંછેડીએ તો શું થાય ? વધારે બુદ્ધિ ફેલાવે, અવળે રસ્તે ચઢે.
બુદ્ધિની ભૂખ એવી છે કે કોઈ દહાડો મટે નહીં. એ તો એન્ડવાળું જોઈએ. જગત આખું બુદ્ધિજન્ય જ્ઞાનમાં છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિની આગળ જવું જોઈએ.
દાદાશ્રી : બુદ્ધિની આગળ પેટ ફોડ્યા વગર છૂટકો જ નથી. ત્યાં સુધી મોક્ષ જ નહીં થાય.
બુદ્ધિ છે તે સંસારની રમણતા કરાવડાવે. બુદ્ધિનો સ્વભાવ સંસારની રમણતા કરાવવાનો છે. પકડી રાખે, રમણતા પણ એ જ કરાવડાવે. આ રમણતા ભૂલે ત્યારે પેલી રમણતા થાય. સંસારની રમણતા ઓછી થાય છે એટલે ચિંતા-ઉપાધિ થતી નથી. જગતે એ રમણતા જોયેલી જ નહીંને ! આત્માની રમણતા જોયેલી જ નહીં, એક વાળ પૂરતીય જોયેલી નહીં.
જપતી નહિ, જરૂર જ્ઞાતતી ! પ્રશ્નકર્તા : ગીતામાં એમ કેમ કહ્યું છે તારું મન, બુદ્ધિ તરફથી વાળ અને મારામાં જો તો તને દેખાઈશ.
દાદાશ્રી : ખરું કહે છે એ. એ તદન સત્ય વાક્ય છે. આ બુદ્ધિને છોડી દે મન, અને જો એના તરફ વાળે એટલે આત્મા તરફ વાળે તો કષ્ણ ભગવાન દેખાય. કણ ભગવાને ખરી વાત લખી છે. લોકોને સમજણ ફેર જ છે. સમજણ ફેર થાય ત્યારે ઊંધું થાય. ચોપડવાની પી જાય. અને પછી કહેશે, ‘મને આમ થયું.” બુદ્ધિથી છેટો થા, એમ કહે છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિને છોડીને મન આત્મા તરફ ઢળે. દાદાશ્રી : બસ, એ ઢળ્યું તો કલ્યાણ થઈ ગયું. પ્રશ્નકર્તા : એ ઢળવા માટે શું જપયજ્ઞ એ જરૂરી છે ?
દાદાશ્રી : ના, જપયજ્ઞની જરૂર નથી. પહેલામાં પહેલી જરૂર તો જ્ઞાનની છે, કે આત્મા એ શું વસ્તુ છે. આત્મજ્ઞાનની જરૂર છે.
પ્રશ્નકર્તા અને જો જ્ઞાનની જરૂર છે, તો બુદ્ધિ વગર જ્ઞાન મળે ? દાદાશ્રી : બુદ્ધિની જરૂર જ નથી જ્ઞાનમાં. પ્રશ્નકર્તા : તો જ્ઞાન કેવી રીતે આવે ?
દાદાશ્રી : જ્ઞાન તો જ્ઞાની પાસેથી મળે, જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થાય. બુદ્ધિ તો સંસાર અનુગામી છે. એટલે સંસારમાં જ ભટકાવનારી છે. (રિલેટિવ) જ્ઞાનનું ઉત્પાદન શું ? ત્યારે કહે, બુદ્ધિ.