________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
| ૭૫
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એક થઈ જાય એવું છે. પણ આમાં બુદ્ધિ વાપરવા ગયો તો અનંતમાં જ ફસાઈ જાય. આનો પાર નથી આવે એવો. એટલે દાદાના કહ્યા પ્રમાણે ચાલો, તો કપોળકલ્પિત ઊડી જાય !
આત્માને સ્વરૂપે કરીને જાણવો જોઈએ કે શું સ્વરૂપ છે આત્માનું ?
પ્રશ્નકર્તા : શબ્દ શબ્દના અર્થ છૂટા પાડીને વાત કરું છું, સ્વરૂપનો અર્થ જુદો પડે છે. સ્વ અને રૂપ, એના અર્થ સમજવાના, એમ ?
દાદાશ્રી : ત્યાં આવા શબ્દોના અર્થ કરીએ, એમાં કંઈ વળે નહીં. શબ્દો ત્યાં છે નહીં ! એ શબ્દોનો અર્થ જે કરે છે ને, આ જે સ્વરૂપને, બીજા બધા જે આત્માના અર્થ જુદા પાડે છે ને, એ બધા વિભંગીઓએ કરેલા છે. આ વિભંગીઓએ એકાંતમાં બેઠા બેઠા આવાં વિવરણ કર કર કયા છે. એ બધો બુદ્ધિનો પ્રકાશ છે ને વાત બધી ખોટી છે એમાં ! સ્વરૂપ એટલે સ્વ જુદો, એનો અર્થ શું થયો ? પછી રૂપ જુદું, એનો અર્થ શું થયો ? એ બધી ખોટી ભાંજગડ છે. અને એનો ફાયદો શું છે તે ? આ બધા શબ્દોનો અર્થ કરવા જેવો નથી, શબ્દો તો ખાલી સંજ્ઞા છે, સમજવા માટે.
પ્રશ્નકર્તા : પણ મૂળ સ્વરૂપને શોધવામાં બુદ્ધિ આડી આવ્યા કરે છે.
દાદાશ્રી : હા, બુદ્ધિ આડી આવે. બુદ્ધિ આડી આવ્યા વગર રહે નહીં. કારણ કે બુદ્ધિ સંસારને હેલ્પીંગ છે. ભૌતિક સુખના માટે હેલ્પીંગ છે અને સનાતન સુખ એને પોતાને પસંદ નથી. કારણ કે સનાતન સુખ થાય તો પોતાનું મરણ થાય છે. પોતાનું મરણ થાય છે એટલે પોતે એ તરફ જવા નથી દેતી. એનું જીવન ક્યાં સુધી છે ? આ ભૌતિક સુખો છે ત્યાં સુધી એનો રોફ છે, જીવન છે બધું. અને ત્યાં સનાતન સુખમાં પેઠો એટલે ઊડી જાય, એને જવું જ પડે.
પ્રશ્નકર્તા: રાઈટ બિલીફમાં પ્રકૃતિ જવા દેતી નથી.
દાદાશ્રી : ના જવા દે. કારણ કે પ્રકૃતિમાં બુદ્ધિ આવે અને બુદ્ધિ એવી છે કે એ સંસારની બહાર જવા ના દે. મોક્ષની વાત આવી એટલે
બુદ્ધિ આપણને ‘આમાં શું લાભ છે, ખરો લાભ તો પેલો છે” એમ નફો-નુકસાન દેખાડે. જ્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યારે ઉકેલ આવે. ત્યાં સુધી બુદ્ધિ તો એને ભટકાય ભટકાય કર્યા કરે ને તેલ કાઢી નાખે. બુદ્ધિથી તો કોઈ માણસની, એક વાર તો દૃષ્ટિ જ ના બદલાય. બુદ્ધિ કોઈ દહાડો દૃષ્ટિ બદલવા જ ના દે.
જો સંસાર માર્ગમાં ડેવલડ થવું હોય તો બુદ્ધિ માર્ગમાં જાઓ ને મોક્ષ માર્ગમાં જવું હોય તો અબુધ માર્ગમાં જાઓ. અમે અબુધ છીએ. અમારામાં જરાય બુદ્ધિ ના હોય. તેથી તો અમારે ને નાનાં છોકરાંને પોષાય ને ? પૈડા માજીઓ જોડે અમારે પોષાય શી રીતે ?
હિન્દુસ્તાનના લોકોને મારી વાત માન્યામાં આવે ? ના આવે. બહાર જો આ વાત કરો તો ‘ગાંડો’ કહે. મેન્ટલ માણસ છે આ બોલનારો, એવું કહે. તે બુદ્ધિને હું ઉડાડી દઉં છું. હું શેને માટે ઉડાડી દઉં છું ? સંસારમાં તો જરૂરિયાત જ છે. જો તમારે પૂર્ણ પુરુષ થવું હોય તો જરૂરિયાત નથી. એટલે તમારે સમજી રાખવાનું. અને જરૂર નથી તો તમે નાખી આવો તોય જાય એવી નથી, પણ બહાર જઈને વાત કરો, કે બુદ્ધિ મિથ્યા છે, તો લોક મને ‘મેન્ટલ” કહે. તે મને તો વાંધો નથી પણ તમને નુકસાન થશે. ‘મેન્ટલ' એટલે શું ? તમે મને ‘મેન્ટલ” લખ્યું તો મારે વાંધો નથી. મને તો બે ગાળો ભાંડી જશે કે બે ધોલો મારી જશે, તો મને તો મારી શકવાના નથી. આ અંબાલાલ પટેલને મારશે ને ! મને તો ઓળખતો જ નથી ને બિચારો !
સ્વચ્છેદ કરાવે ‘ઈ’ ! એવું છે ને, બુદ્ધિ સંસારમાં ભલે રહી પણ આમાં બહુ પડે નહીં. બુદ્ધિ હંમેશાં સ્વછંદ કરાવડાવે, આ તો પોતાનું ડહાપણ કરીને પોઈઝન નાખે છે. દુનિયામાં લોકોની પાસે પોતાનાં ડહાપણ જેવું હશે ?
પ્રશ્નકર્તા : હા, બુદ્ધિ વડે હોય છે ખરું.
દાદાશ્રી : એ સ્વચ્છંદ જ કરે, બીજું શું કરે ત્યારે ? કારણ કે બુદ્ધિ લિમિટવાળી છે. ધંધો જ માંડે, કલ્પનાઓ, કલ્પનાઓ, કલ્પનાઓ