________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
પ્રશ્નકર્તા : એટલે હું શું કહું છું કે અમેરિકામાં કેમ ભૂખ લાગી છે ? અહીંયાં માણસ ભૂખ્યો રહી અને એમાં અભિમાન રહે, પણ ‘ન મળે નારી ત્યારે સહેજે બાવા બ્રહ્મચારી' એ ટાઈપ છે. જ્યારે ત્યાં એ લોકો ધરાઈ ગયા છે, એણે સંપત્તિ જોઈ લીધી, બધું એશઆરામ કરી લીધો, હવે એને ભૂખ લાગી છે.
દાદાશ્રી : ભૌતિક સુખો એ દુઃખ છે, એ અનુભવ થઈ ગયો. પ્રશ્નકર્તા : અને રસ્તો ક્યાંય દેખાતો નથી.
દાદાશ્રી : હવે રસ્તો દેખાતો નથી, એટલે હીપ્પી થઈ જવા
માંડ્યા.
૬૫
એમને મોક્ષનો માર્ગ દેખાડવાની જરૂર નથી. એમને એમનો માર્ગ બતાડવાની જરૂર છે. એમને આગળનું માર્ગદર્શન મળે ને, તો બહુ સુંદર આગળ કામ કરે એવા છે. કારણ કે બાહ્ય બુદ્ધિવાળા છે ને બાહ્ય વર્તનવાળા છે.
ફોરેનમાં તો ચોરી કરનારો ચોરી જ કર્યા કરે, બદમાશી કરનારો બદમાશી કરે અને નોબલ હોય એ નોબિલીટી જ કર્યા કરે. આપણે અહીં તો નોબલ એ ચોરી કરે અને ચોરેય નોબિલીટી કરે. એટલે આ તો દેશ જ અજાયબ છે ને ! અને આ દેશનું જે બધું છે ને, તેને ઇન્ડિયન પઝલ (કોયડો) કહેવામાં આવે છે. જે કોઈથી પઝલ સોલ્વ (ઉકેલ) ના થાય. ફોરેનવાળા કહેશે, ‘આ કઈ જાતનું ?” બુદ્ધિ લડી લડીને થાકે પણ એને જડે નહીં. કાકાનો છોકરો એમ કહે, ‘મારે સાહેબ આવવાના છે. ગાડી અપાય એવી નથી.’ શાથી ? ત્રણ ગેલન પેટ્રોલ જાય ને પેટ્રોલના પૈસા લેવાય નહીં મારાથી, તે ગોઠવણી કરીને બોલે !
ફોરેનવાળાને કઈ બળતરા છે ? બળતરા જ ના થતી હોય તો પછી સાચું સુખ ખોળે શું કરવા તે ? એમને તો બ્રેડ ને બટર. સાઠ વર્ષનો હોય અને એરપોર્ટમાં ગયો હોય તોય મહીં આમ ફરતો હોય. કારણ કે બળતરા જ નહીં ને ? સાહજિક પ્રજા કહેવાય !
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) સાહજિકતા, ત્યાં મહીં ઠંડક !
ઈશ્વરે આ બધું બનાવ્યું છે, એવું સ્વીકાર નથી કરતા. ‘હું જ કર્તા છું’ અને ‘મારાં કર્મ મારે ભોગવવા પડશે' એવું ભાન થાય છે એનું નામ જ પુનર્જન્મ. અને ફોરેનવાળા તો એવું જાણતા નથી. એ તો કહેશે, ભગવાને આપણને જન્મ આપ્યો છે.’ ત્યારે કોઈ કહે, આ ગરીબને ત્યાં કેમ જન્મ્યો ને આ શ્રીમંતને ત્યાં કેમ જન્મ્યો ?' ત્યારે એ લોકો કહે છે, ‘ભગવાનની એવી ઇચ્છા' અને આપણા હિન્દુસ્તાનના લોકો એકલા જ આ પુનર્જન્મને સમજ્યા છે. એટલે
અધ્યાત્મ તરફ વળેલા છે. અને આમાં અધ્યાત્મમાં ના વળ્યા તો બળતરા પાર વગરની, કારણ કે જેટલી આંતરિક બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય.
હવે એ જ્યારે બધી જ જગ્યાએ, આખી દુનિયામાં ફરી ફરીને આવે છે, ત્યારે છેલ્લે હિન્દુસ્તાનમાં આવ્યા પછી, ક્રોધ-માન-માયાલોભ, ફુલ્લી ડેવલપ્ડ થઈ ગયેલાં હોય છે. હિન્દુસ્તાનમાં જે ક્રોધ-માનમાયા-લોભ છે, એવા આખી દુનિયામાં કોઈ જગ્યાએ જડે નહીં અને આ લોકોને જે બળતરા છે, એવી બળતરા પણ દુનિયામાં ખોળવા જાય તો જડે નહીં. કારણ કે જેટલું બુદ્ધિનું જોર, જેટલો બુદ્ધિનો વિકાસ થયો
અને એના પ્રમાણમાં બળાપો થવો જ જોઈએ. એ કાઉન્ટર વેઈટ છે.
એટલે એ કહે છે કે, ‘બળ્યું, આમાં શું સુખ છે ?” આ બંગલા-મોટર બધું છે પણ આ કાયમ બળાપો ય છે. માટે સુખ બીજી જગ્યાએ હોવું જોઈએ. પછી એની કલ્પના બીજી જગ્યાએ સુખ ખોળતી થઈ કે મુક્તિમાં સુખ છે, અપરિગ્રહમાં સુખ છે, એવું એને પછી ભાન થાય છે. બાકી, ફોરેનવાળાને તો અપરિગ્રહ શબ્દ કામનો જ નહીં. એમને અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અહિંસા એ ત્રણ શબ્દ કામના જ નહીં. એ લોકો ફક્ત જૂઠ અને ચોરી, એમાં વિરુદ્ધ હોય એવું એ લોકોનું ડેવલપમેન્ટ છે. અને ફોરેનવાળાને એવું તેવું ના હોય બિચારાને. આ તો બહુ જાગૃત લોકો, તેથી દુ:ખી છે ને આ બધા. આપણે અહીંયાં બીજું કશું દુ:ખ નથી. એ જાગૃતિ બુદ્ધિમાં છે.