________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૫૩
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
એને આ પોઈઝનની શીશીમાંથી ગોળી લઈશ તો મરી જવાશે, એવું એની સમજણમાં ફીટ થઈ જાય તો વર્તનમાં એની મેળે આવે જ. અને આમ માર માર કરીએ તો ક્યારે વર્તનમાં આવે ? માટે સમજણમાં લાવો. નહીં તો દારૂ-માંસાહાર તો ક્યારે છૂટે ? એ તો છૂટતા હશે કોઈનાથી ? અને જો આપણે ત્યાં સહેજ વાતમાં ઊડી જાય છે !
પ્રશ્નકર્તા : તમે અમને જ્ઞાન આપ્યું, ત્યારથી અમારી બુદ્ધિ સમ્યક થવા માંડી ?
દાદાશ્રી : અમારી પાસે સત્સંગમાં બેસો, એટલો વખત તમારી બુદ્ધિ સમ્યક થાય અને આ બીજા બધા તમારા જે હોય, ત્યાં બેસો તો વિપરીત થાય. વિપરીત એટલે પજવે. જે પજવે નહીં એ વિપરીત બુદ્ધિ નહીં. પજવે ખરી કોઈ વખત ? અને અમારી જોડે બુદ્ધિ ગીલેટ થઈ ગયા પછી નહીં પજવે.
પ્રશ્નકર્તા : શઠ.
દાદાશ્રી : ના બોલવું એવું. એ બોલ્યામાં શું ફાયદો ? ગંદવાડો દેખાય છે ઊલટો. તે આપણને આપણા જ ને ? કોને કહેવા જઈએ હવે ? આ તો માંહ્યોમાંહ્ય વાત કરીએ તો ચાલે, નહીં તો વાત કંઈ કરાય નહીં ને? ફોરેનવાળા જોડે એવું કહેવાય કે અમારા લોકો આવા છે?
સમ્યક બુદ્ધિનું દેવાળું નીકળ્યું છે. કો'ક કશુંક કહે તો તે પહેલાં તો મહીં ફેરફાર થઈ જાય. કોક કહે કે ચંદુભાઈમાં અક્કલ ઓછી છે, તો અસર થઈ જાય. જયાં અસર થાય ત્યાં સમ્યક બુદ્ધિ છે જ નહીં. સમ્યક બુદ્ધિનું દેવાળું છે. વ્યવહાર એડજસ્ટ કરે ને પોતે ખોટ ના ખાય એનું નામ સમ્યક બુદ્ધિ. નવી ખોટ ખાઈએ નહીં ને જૂની ખોટ વસૂલ કરીએ.
ત્યારે પ્રગટે સમ્યક બુદ્ધિ ! પ્રશ્નકર્તા : બુદ્ધિથી દુઃખી થઈ જવાય ને ? દાદાશ્રી : બુદ્ધિ સુખેય આપે ને દુ:ખેય આપે ને ! પ્રશ્નકર્તા : બુદ્ધિએ જ દુ:ખી કર્યા હોય. કદાચ અતિબુદ્ધિ હશે ?
દાદાશ્રી : અતિબુદ્ધિ ! ઓહો ! અતિ થઈ ગયું હશે ? તે નાશ કરવાનું રહેવા દો. આપણે કહીએ કે સપ્રમાણ કરી આપો. નોર્મલ કરી આપો.
પ્રશ્નકર્તા : અતિબુદ્ધિને સંપૂર્ણ પ્રજ્ઞામાં ફેરવી આપો.
દાદાશ્રી : એવું કરવું છે ? પછી તો ભગવાન જ થઈ ગયો ને ? ભગવાન થઈને તમે શું કરશો ? બૈરી-છોકરાં પછી શું કરશે ?
પ્રશ્નકર્તા : આખા જગતમાં પ્રપંચ હોય અને છતાં પોતાની તરફ જે બુદ્ધિ સ્થિર કરવી, એ કંઈક સમજણ માગે ને ?
દાદાશ્રી : તો એ જ સમજણની જરૂર છે. નાનો બાબો હોય,
પ્રશ્નકર્તા : તમારી હાજરીમાં બુદ્ધિ સમ્યક રહે, પ્રયત્ન કર્યા વગર, પછી અમે અમારા વ્યવહારમાં જઈએ ત્યારે વિપરીત બુદ્ધિ ન રહે અને સમ્યક બુદ્ધિ રહે, એના માટેનો અમારો પુરુષાર્થ કયો ?
દાદાશ્રી : અહીં તમારે બુદ્ધિ સમ્યક કરાવી જવાની. તમારાથી જાતે નહીં થાય.
પ્રશ્નકર્તા: અહીં આવીને બેસવાથી બુદ્ધિ સમ્યક ઓટોમેટિક થઈ જાય ?
દાદાશ્રી : વાતચીત પૂછો એટલે સમ્યક થતી જાય.
પ્રશ્નકર્તા : એટલે જેમ જેમ ગેડ બેસતી જાય, તેમ તેમ સમ્યક થતી જાય ?
દાદાશ્રી : હા, તેમ તેમ સમ્યક થતી જાય. પછી તમારે બુદ્ધિ જ નહીં રહે. બુદ્ધિનો અભાવ થવો એ તો ઘણો ટાઈમ લાગશે, પણ આ તો પહેલું સમ્યક તો થતી જાય.