________________
(૩) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ
૪૮
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ)
અવ્યભિચારિણી બુદ્ધિ થાય, ત્યારથી જ માણસને સ્થિરતા ઉત્પન્ન થવા માંડે, પણ એ બુદ્ધિ એમ ને એમ ઉત્પન્ન થતી નથી. અવ્યભિચારિણી થતી જ નથી, વ્યભિચારિણી જ રહે છે.
પ્રશ્નકર્તા : વ્યભિચારિણી એટલે શું ?
દાદાશ્રી : જગતમાં અત્યારે જે ચાલે છે, તે એક તો અવ્યભિચારિણી બુદ્ધિ એ સમ્યક બુદ્ધિ હોય, જે બુદ્ધિ બધાનું સમાધાન કરે, કોઈને કિંચિત્માત્ર નુકસાન ન કરે અને મોક્ષ તરફ લઈ જાય. અને બીજી વ્યભિચારિણી બુદ્ધિ એટલે વિપરીત બુદ્ધિ, નિરંતર પોતાનું અહિત જ કર્યા કરે. બહારના લોકો નિરંતર પોતાનું અહિત જ કરતા હશે ખરા ? આ તો ઊઘાડી આંખે ઊંધે છે અને નિરંતર પોતાનું અહિત જ કરી રહ્યા છે. અને એ વિપરીત બુદ્ધિને જ સમ્યક માને છે.
સંસારમાં બંધન બુદ્ધિથી જ છે. હવે એક વ્યભિચારિણી બુદ્ધિ, એનાથી બધા બંધન અને બીજી અવ્યભિચારિણી બુદ્ધિ, એનાથી મુક્તિ. ત્યારે કહે, ‘આવ્યભિચારિણી બુદ્ધિ ક્યાં વેચાતી લેવા જવી ?” ત્યારે કંઈ શુક્કરવારીમાં મળે ? લોકો પૈડા થયા હોય ત્યારે વેચી દે શુક્કરવારીમાં, તે આપણને મળી જાય કંઈ ? શું કહો છો ? અવ્યભિચારિણી બુદ્ધિ કોનું નામ કહેવાય કે જે નિરંતર ઓબ્લાઈઝીંગ નેચર (પરોપકારી સ્વભાવ) રાખતો હોય ! નિરંતર પારકાના સુખને માટે જ જીવ્યા કરતો હોય, એની બુદ્ધિ અવ્યભિચારિણી.
અને પોતાને માટે કરતો (જીવતો) હોય તે વ્યભિચારિણી બુદ્ધિ. બુદ્ધિની વ્યાખ્યા જોઈએ કે ના જોઈએ ? તમને કેમ લાગે છે ? આ વ્યાખ્યા બરોબર છે કે અધૂરી છે ? જે પોતાને માટે કરતો (વાપરતો) હોય તે વ્યભિચારિણી બુદ્ધિ અને જે પારકા હારુ વાપરતો હોય તે અવ્યભિચારીણી બુદ્ધિ, અવ્યભિચારીણી બુદ્ધિ જે માગે એ ફળ મળે. એ જેવું ચિંતવે એવું ફળ મળે. કારણ કે એના હાથમાં અચિંત્ય ચિંતામણિ આવ્યો છે.
પણ એ તો સેકડે એંસી ટકા હોયને આવા તો ? અવ્યભિચારિણી
બુદ્ધિવાળા એંસી ટકા જ હોયને કે વધારે હોય ?
પ્રશ્નકર્તા : ના હોય એ તો.
દાદાશ્રી : સંત પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે સાંભળવાથી જે બુદ્ધિ સ્વચ્છ થાય છે, તે અવ્યભિચારિણી બુદ્ધિ કહેવાય. આ બધાને વિપરીત બુદ્ધિ છે. કૃષ્ણ ભગવાને કહ્યું, અવ્યભિચારિણી બુદ્ધિ જોઈશે.
પ્રશ્નકર્તા : એકુય માણસ ના હોય, પોતાનું હિત કરનારો ?
દાદાશ્રી : હોય, પણ જૂજ માણસ. પણ એનો અર્થ કશો નહીં ને ?
પહેલા ઘઉં વીણતા'તા એટલે કાંકરા એકલા જ વીણવાના, ઘઉં વીણવાના નહીં. કહેવાય ઘઉં વીણવાના પણ કાંકરા એકલા જ વીણવાના. અત્યારે તો ઘઉં વીણી લેવાના. અને આ બધા જે પોતાની જાતને માની બેઠા છે કે, “હું કંઈક છું', એ તો કશાયમાંય નથી, ફક્ત મનમાં માની બેઠા છે.
વિપરીતતે વાળે સભ્યત્વ ભણી.. આ બધી બુદ્ધિ વિપરીત કેમ કહેવાય છે ? ત્યારે કહે, કે સ્વાભાવિક બુદ્ધિ નથી એટલે સ્વાભાવિક નથી એટલે સંસારાનુગામી છે માટે વિપરીત કહેવાય. આપણને સંસારમાં ભટકાવનારી છે. ભલે ને દેવગતિમાં ગયા પણ પાછું અહીં ગધેડા થવાનું ! એવું આ ચાર ગતિમાં ભટક ભટક ભટક ! એટલે બુદ્ધિ ભટકાવનારી છે.
ભૌતિક સુખોમાં સુખ દેખાડે, એ વિપરીત બુદ્ધિ કહેવાય અને સુખ મોક્ષમાર્ગમાં છે અગર તો આત્મામાં છે એવું જે દેખાડે એ સમ્યક બુદ્ધિ કહેવાય. વિપરીત બુદ્ધિનું જોર બહુ છે, જબરજસ્ત. એટલા માટે અમે, તમારી બુદ્ધિ સમ્યક કરવા માટે, આવા તમને પ્રશ્નોના જવાબ આપીએ અને ખુલાસા થાય તમને, બધી જાતના ખુલાસા થાય.
આ વિપરીત બુદ્ધિ છે, એને સમ્યક કરવાની છે. વિપરીત બુદ્ધિ