Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 11
________________ સમાધિ ફરી વળે મોઢા પર. ચિત્ત પ્રસન્નતા રહે. જ્ઞાનીની આજ્ઞા પાળે, ત્યાં બુદ્ધિ બંધ થઈ જાય. દર્શનમોહ હોય ત્યાં બુદ્ધિ વધ્યા જ કરે અને ચારિત્રમોહ મંદબુદ્ધિનો પ્રતાપ છે, બુદ્ધિનો આરો આવવા માંડ્યો છે. દર્શનમોહ એટલે ચાર્જ મોહ ને ચારિત્રમોહ એટલે ડિસ્ચાર્જ મોહ.. સહજ અવસ્થા સિવાયનો બધો જ ડખો. દહીં રાત્રે મેળવ્યું હોય ને અડધી રાત્રે ઊઠે ને ‘જાણ્યું કે નહીં', એમ કરીને આંગળી ફેરવી વાળે, પછી શું થાય ? દહીંનો થઈ જાય ડખો. એવું બુદ્ધિ કરે ડખો. બુદ્ધિ તો ભગવાન મહાવીરની સામેય સ્વચ્છેદ કરાવે. ત્યાં એ બુદ્ધિને હંટરથી ફટકારવી ને લાખ-લાખ પ્રતિક્રમણ કરવાનાં. સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ. દેહ સંપૂર્ણ સહજ અવસ્થામાં આવી ગયો હોય, આત્મા તો સહજ જ છે. મોક્ષમાર્ગ સહજનો છે. જ્ઞાનીની સહજ દશા જોઈને જ સહજ થવાય. જાનવરો, બાળકો પણ સહજ હોય, પણ તે અજ્ઞ સહજ ને જ્ઞાની હોય પ્રજ્ઞ સહજ. બુદ્ધિએ ઘાલ્યાં એટીકેટનાં ભૂતાં. બુદ્ધિને ફાઈલ ન કહેવાય, બુદ્ધિનું સાંભળવું નહીં. બુદ્ધિ ભમાવે તેથી તેની સલાહ પ્રમાણે ના ચલાય. આ નિદિધ્યાસન નથી થતું તેનું શું કારણ ? બુદ્ધિ, નિદિધ્યાસન કરવા જાય તો બુદ્ધિ બીજે ઢસેડી જાય. નિદિધ્યાસન એટલે બિંબ દેખાવું. જ્ઞાન લેતી વખતે બુદ્ધિને એક દહાડા માટે પિયર કાઢવી. બુદ્ધિ એટલે અજ્ઞા, અંધારું. પ્રજ્ઞા એટલે આત્માનો ડિરેક્ટ પ્રકાશ અને દર્શન એટલે પ્રજ્ઞાને દેખાડનારી વસ્તુ. બધાના શુદ્ધાત્મા ક્યારે દેખાય? બુદ્ધિ પણ એ સ્વીકારે ત્યાર પછી. જ્ઞાનીની કૃપા વિના બુદ્ધિ કેમની જાય ? બુદ્ધિ ક્યારે ખલાસ થાય ? એને પાણી ના પાઈએ, એટલે એમ ને એમ સૂકાઈ જાય. બુદ્ધિને જન્મ આપ્યો આપણે, એને પાળી-પોષી આપણે. હવે એને કાઢી મૂકીએય આપણે. બુદ્ધિ હાજર તો જ્ઞાન ગેરહાજર, જ્ઞાન હાજર તો બુદ્ધિ ગેરહાજર. જેમ બુદ્ધિ ઓછી વપરાય તેમ જ્ઞાન વધતું જાય. બુદ્ધિ જાય તેમ તેમ જ્ઞાન વધતું જાય. જ્ઞાની, ભેદ વિજ્ઞાનીનાં બધાં કર્મો દિવ્યકર્મો હોય. માટે ત્યાં બુદ્ધિ વપરાય નહીં, ઊંધું જોવાય નહીં. નહીં તો જ્ઞાન આખુંય ઊડી જાય. જ્ઞાનીની દસમાંથી નવ વાતો સમજાઈ હોય ને એક ના સમજાઈ હોય તો મારી સમજણની કચાશ છે, વખત આવ્યે સમજાશે, કરીને બુદ્ધિના બારણાં બંધ રાખવાં. જ્ઞાની પાસે જઈએ તો બુદ્ધિને ચંપલ આગળ બેસાડવી. બુદ્ધિ દેહભાવમાં હોય તે દેહાત્મબુદ્ધિ, તે પરરમણતા કરાવે ને આત્મા તરફ હોય તે આત્મબુદ્ધિ - સ્વરમણતા કરાવે. જ્ઞાન પ્રગટ થયું તો તેને કહેવાય કે વીતરાગતા ઉત્પન્ન થાય, વીતરાગતા ક્યારે ઉત્પન્ન થાય ? બુદ્ધિનો અભાવ થાય ત્યારે. (3.૫) ખપે હૃદયમર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ ! રિયલ જ્ઞાની કોને કહેવાય ? જેનામાં છાંટોય બુદ્ધિનો ના હોય. જયાં બુદ્ધિ સંપૂર્ણ ખલાસ થઈ હોય ત્યાં મૂળ સ્વરૂપ પ્રગટ થાય. સાચા જ્ઞાની ક્યારેય રેસકોર્સમાં ના ઉતરે અને વ્યવહારમાં જ્ઞાની હોય એ રેસકોર્સમાં પડ્યા હોય. પહેલો નંબર એકને લાગે ને બાકી બીજા મફતમાં હાંફી મરે. સિદ્ધાંત અવિરોધાભાસ હોય. શાસ્ત્રમાં સિદ્ધાંત ના હોય, વિરોધાભાસ મળે એ તો બુદ્ધિનાં રેસ્ટહાઉસ કહેવાય. - બુદ્ધિવાળા જ્ઞાનીઓની ઠેર ઠેર દુકાનો. જાતજાતના ચમત્કારો દેખાડે. ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી બુદ્ધિવાદ અને અક્રમ માર્ગ તો છે બુદ્ધિથી પરનો. આ કરવતીઓ વાંકી કેમ નીકળી ? લાકડાં વાંકા માટે. જ્યાં જાવ ત્યાં ગુરુઓ બુદ્ધિની કસરતો કરાવે. એક તો આ કાળમાં લોક હતા ચક્કર, તેમાંય એવી ધર્મની દુકાનો નીકળી કે મળ્યા ઘનચક્કર ને ભમાવી મારી પબ્લિકને ધર્મના ‘લે-કચરો’ સાંભળવા ટિકિટો લેવી પડે. દાદા સામાની બુદ્ધિના રોગને કાઢવા ખવડાવે જમાલગોટો, નિર્દયતાથી, છતાં કરુણાથી. ઓપન માઈન્ડવાળો ક્યાંથી જડે ? ઓપન માઈન્ડવાળો નમસ્કાર

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 319