Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 9
________________ સ્વચ્છેદ કરાવે એ બુદ્ધિ, બુદ્ધિ ખેંગાર બનાવી નાખે. જ્ઞાનની માપણી બુદ્ધિથી થાય નહીં. સૂર્યનું માપ કોડિયું તે કેટલુંક કરી શકે ? આમાં તો માપનારની જ મતિ મપાઈ જાય. ‘હું ચંદુ’ થયું કે વિખૂટા પડ્યા પરમાત્માથી. એ ભેદ પડાવ્યો હું ને પરમાત્માથી, બુદ્ધિએ. બુદ્ધિ જ્યાં ને ત્યાં ભેદ પડાવે. ધણી-બૈરી વચ્ચે પાડોશી વચ્ચે, પોતાની જાત વચ્ચે પણ ભેદ પડાવે. મૂળ ઈલેક્ટ્રિક સપ્લાય આવે છે એક જ જનરેટરમાંથી, પણ એનો ઉપયોગ પંખો, એ.સી., લાઈટ, ગીઝર એમ જુદે જુદે ઠેકાણે થાય છે ! મૂળ વીજળી તો એક જ છે ને ! આ જુદું જુદું કરાવે છે, તે છે બુદ્ધિ ને મૂળ પ્રકાશ તો છે એક આત્માનો. જ્ઞાનીમાં ભેદબુદ્ધિ ના હોય. આખા જગતમાં કોઈ જોડે જુદાઈ ના હોય. કોઈ દોષિત ના દેખાય જ્ઞાનીને. સરળતા બુદ્ધિને કાપે. મારા-તારાનો ભેદ કરાવે કોણ ? બુદ્ધિ. વિપરીત બુદ્ધિએ તો, બુદ્ધિથી ફોડ્યા આર.ડી.એક્સ. બોમ્બ. વધુ બુદ્ધિવાળાએ ટ્રીકો કરી, છેતર્યા ઓછી બુદ્ધિવાળાઓને અહિંસા પાળી તેને વધી જાગૃતિ, ને તે જાગૃતિનો દુરુપયોગ કર્યો છેતરવામાં. પહેલાના વખતમાં બુદ્ધિશાળી શ્રેષ્ઠીઓ, પોતાની બુદ્ધિ બીજાને મદદ કરવામાં વાપરતા અને આજે .... ? તલવારથી મારે તેનો નિકાલ ક્યારેક થાય પણ બુદ્ધિથી મારે, તેનો નિકાલ ક્યારે થાય ? બુદ્ધિવાળાએ શેમાં શેમાં ભેળસેળ નથી કરી ? સોનાથી માંડીને અનાજ, તેલ ને ઘીમાં. હાર્ડ રૌદ્રધ્યાન કહ્યું આને, છતાંય મોક્ષની અધિકારી આ જ પ્રજા. વાળનાર જ્ઞાની હોય તો શું ના બને ? પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું છે કે, “માનવ જાતિની ખાવાની વસ્તુઓમાં ભેળસેળ કરે તો જાનવરમાં જઈશ !” (૩.૪) ડખા બુદ્ધિના, સમાધાત જ્ઞાતતાં ! સંસાર વધારવો હોય તેણે બુદ્ધિથી ગોળીબાર કરવો ને મોક્ષે જવું હોય તેણે તો શું બને છે તે ‘જોયા’ કરવું. સામો ગોળીબાર કરે તો ? બચવાના પ્રયત્નો થાય એટલા કરવા પણ એના માટે ભાવ કેમ બગાડાય ? અને આત્માને કંઈ ગોળી વાગે? આપણું આપેલું જ્યાં પાછું વળે છે ત્યાં કોને શું કહીએ ? મોક્ષે જનારાઓનું તો સંસારનું એક-એક ખાતું બિડાય જવું જોઈએ. જે કોઈ કંઈ પણ આપે, તે જમે કર્યો જ ખાતાં બિડાય ને ? આપણે તો જે કોઈ પણ બુદ્ધિથી ગોળીબાર કરે, તેને આશીર્વાદ આપ્યા કરવાના. દાદા કહે, અમે આખી જિંદગીમાં સમર્થ હોવા છતાં કદીય હથિયાર ઉગામ્યું નથી. બુદ્ધિ ડખો કર્યા વિના ન રહે, ‘હાય, શું થઈ જશે ?!” ગૂમડાને કેન્સરની ગાંઠ બનાવી દે. ધંધામાં જરાક મંદી આવે, તો દેવાળું ફૂંક્યુન ચીતરી મારે. આવી બુદ્ધિને ઊડાડીએ નહીં તો એની જોડે શું શાદી કરાય ? - બુદ્ધિ શંકા કરાવે. ફ્રેકચર થયું હોય તો, પ્લાસ્ટર પછી કંઈ રોજરોજ એક્સરે લેવાના હોતા હશે, સંધાયું કે નહીં સંધાયું કરીને ? બુદ્ધિ નેગેટિવ, આત્મા પોઝિટિવ. નેગેટિવ માત્ર બુદ્ધિ. ‘હા’થી મોક્ષ, ‘નાથી સંસાર. દરેકને પોતાના કર્માનુસાર મળે બુદ્ધિ. બુદ્ધિને આવકાર આપીએ તો ઘર ઘાલી જાય ને અપમાન કરીને કાઢીએ તો ચાલી જાય. ચા”નું ઠેકાણું ના પડતું હોય ને અડધો કપ “ચા” મળે, ત્યારે બુદ્ધિ કચકચ કરે, અડધા કપ માટે શું પીવાનું? અલ્યા, ‘વ્યવસ્થિત કરીને પી લે ને ! દરેક કાર્ય એના ટાઈમે થયા વગર રહે જ નહીં. પણ બુદ્ધિ, થશે કે નહીં, કરીને કરે ડખો. કોઈ પણ કાર્ય કરવામાં બુદ્ધિ અહંકારની સહી લે. અહંકાર બુદ્ધિથી જુદો પડે ને સહી ના કરે, તો તે કાર્યમાં ફલિત થાય નહીં. અહંકાર ને બુદ્ધિને જુદા પાડવા, એ થયો વ્યવહાર પુરુષાર્થ. આમ બ્રિલિયન્ટ (બુદ્ધિશાળી) કહેવાય, પણ શાક લાવતાં ના આવડે. ખરો બુદ્ધિશાળી કોને કહેવાય ? બુદ્ધિથી તમામ ક્લેશો કાઢી શકે ઘરના ને લોકોના. એક મતભેદ ના પડવા દે તે સાચી બુદ્ધિ. એક્સેસ (વધારે) બુદ્ધિવાળો, વધારે કચકચિયો. મેજીસ્ટ્રેટ ગામના બધા કેસોનો ફેંસલો આપે ને ઘરમાં જુઓ તો, બૈરી એમનો ફેંસલો કરી નાખતી હોય.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 319