________________
(૪.૧0) સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ એટલે શું ? સત્ + ચિત્ત + આનંદ. સત્ એટલે અવિનાશી. અશુદ્ધ જ્ઞાન + અશુદ્ધ દર્શન = અશુદ્ધ ચિત્ત. શુદ્ધ જ્ઞાન + શુદ્ધ દર્શન = શુદ્ધ ચિત્ત. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા. ને જ્યાં અવિનાશી વસ્તુમાં જ્ઞાન-દર્શન હોય, તે શુદ્ધ ચિત્ત જ હોય, તે જ પરમાત્મા. ને ત્યાં આનંદ સિવાય, બીજું શું હોઈ શકે ? અને સનાતન વસ્તુનો આનંદેય સનાતન હોય.
(ખંડ-૫) અહંકાર
(૫.૧) અહંકારનું સ્વરૂપ ! અહંકારની યથાર્થ વ્યાખ્યા શું ? પોતે નથી ત્યાં માની લીધું કે હું ‘આ’ છું, એનું નામ અહંકાર. આરોપિતભાવ એનું નામ અહંકાર. પોતે આરોપ કરે કે “ચંદુભાઈ છું', એનું નામ અહંકાર. ‘હું ચંદુભાઈ છું' એ પહેલો અહંકાર, ‘આનો ધણી છું’ એ બીજો અહંકાર. આનો ફાધર છું, મામો છું, કાકો છું, એ બધા અહંકાર. પોતે જે છે તે કહે, તે નિર્અહંકાર. પોતે રિયલમાં શુદ્ધાત્મા છે ને ‘હું શુદ્ધાત્મા છું' તે ભાન સહિત બોલે, તો તે અહંકાર ના ગણાય.
અહમ્ અને અહંકારમાં શું ફેર ? “અહમ્ બ્રહ્માસ્મિ' કહેવાય પણ અહંકાર બ્રહ્માસ્મિ કહેવાય ?
અહમ્ એટલે “હું” ! ‘હું છું’ એ અસ્તિત્ત્વપણું છે જ ! જે છે તે કહેવાનો રાઈટ છે, જે નથી તેને “હું છું” કહીએ તે અહંકાર, અહંકારમાંય પોતે તો છે જ.
‘'પણું એ અહમ્ અને હુંપણાનો પ્રસ્તાવ કરવો, ખુલ્લો કરવો એ અહંકાર. માલિકીવાળું થયું તે માન. માનનું પ્રદર્શન કરવું એ અભિમાન. આ મારો બંગલો, આ મારી ગાડી એ અભિમાન, ગર્વ, ઘેમરાજી, ટૂંડમિજાજી, મિજાજી, એ બધા પર્યાયો અહંકારના.
ગર્વ એટલે “મેં કેવું સરસ કર્યું’ કર્યાનો ગર્વ લે તે. અભિમાન ને ગર્વ એ બધું નબળો અહંકાર કહેવાય.
માનની મોટી આશા રાખે ને ત્યાં જ ભયંકર અપમાન સાંપડે, તે થાય પછી અહંકારભગ્ન. એમાંથી ‘ચસકી’ પણ જાય.
આપણને આવકાર ના મળે, ત્યાં લાગે તુચ્છકાર.
ક્ષત્રિયોમાં અને પુરુષમાં ક્રોધ ને માન વધારે હોય. વૈશ્યો (વણિકો) અને સ્ત્રીઓમાં કપટ અને લોભ વધારે.
અહમ્ એ માનેલું, તે પોતાપણું એ રહ્યું વર્તનમાં.
જાડા માણસમાં અહંકાર ઓછો ને પાતળા માણસમાં અહંકાર વધારે !
અહમ્ કાઢવાનો નથી, અહંકાર કાઢવાનો છે. આઈ વિધાઉટ માય = ગોડ, આઈ વિથ માય = જીવાત્મા.
ઊંઘવાની કે જાગવાની સત્તા કોની ? ઊઠાડવા માટે એલાર્મ ને સૂવા માટે ઊંઘની ગોળીઓ, શું પુરવાર નથી કરતા કે, આપણામાં ઉઠવાની કે ઊંઘવાની સત્તા સહેજેય નથી, સંડાસ જવાની સત્તા પોતાની કેટલી ? અટકે ત્યારે, ડૉક્ટર પાસે દોડવું પડે કે નહીં ?
અહંકારનો ગુણધર્મ શું? પોતે કંઈ જ ના કરે છતાં ખાલી માને કે, “કર્યું' ! અહંકાર સૂક્ષ્મ વસ્તુ છે, ક્રિયાઓ સ્થૂળ છે. સૂક્ષ્મ, સ્થૂળ ક્રિયા કઈ રીતે કરી શકે ?
જગત કોણ ચલાવે છે ? કોઈ નહીં, સ્વયંસંચાલિત છે. શ્વાસ કોણ લે છે ? પોતે ? તો કોઈ શ્વાસ બંધ થવા જ દે કે ?
ભમરડો હિસાબી રકમ મુજબ ફર્યા કરે છે, ફર્યા જ કરે છે. વર્લ્ડમાં બધા જ ટી-ઓ-પી-એસ છે. દાદા કહે, અમેય ભમરડામાં. વ્યવહાર માત્ર પરસત્તામાં અને ‘અમે અમારી સ્વસત્તામાં.
આપણે કરીએ છીએ કે ઈટ હેપન્સ (બની રહ્યું છે) ?
નિર્અહંકારીઓનો સંસાર, ચલાવી લે અહંકારીઓ ! શીશુને દૂધથી માંડીને ડાયપર સુધી, જાતે કંઈ કરવું પડે છે ?
| જિનમુદ્રા શું સૂચવે છે ? હાથ-પગ વાળીને ભગવાન બિરાજ્યા, કહે છે. ‘કશું જ' કરવા જેવું નથી, બધું સ્વયં થઈ રહ્યું છે !
પ્રથમ પ્રગટે છે અહમ્ ને પછી શરીર બંધાય.
આત્મા ને કર્મ અનાદિથી છે. અહંકારથી બંધાય કર્મ. સકામ કે નિષ્કામ કર્મ, બન્નેથી બંધન છે. પુણ્ય ને પાપને બાંધનારો કોણ ? અહંકાર.