________________
(૧) અબુધતા વરે જ્ઞાનીને જ !
નિર્દોષ હોઈએ, બસ આટલો જ ફેર. અમે આ કિનારાના ને પેલો પેલા કિનારાનો પણ બન્ને બાળક જ કહેવાય.
કુદરતે પીરસ્યું અક્રમ વિજ્ઞાન.... પણ આ વિજ્ઞાન બીજા કરતાં તદન જુદું છે. આ વિજ્ઞાન કો'ક વખત, એની મેળે ઊભું થાય છે. આ વિજ્ઞાન કંઈ મારું બનાવેલું નથી, આ ઊભું થયેલું છે. તે અહીં જેટલાનું કામ નીકળ્યું એટલું કામ નીકળી ગયું. પણ શાસ્ત્રકારોએ સોળમા તીર્થંકરના વખતમાં, બહુ મોટું લખેલું છે કે પાંચમા આરામાં ઘણા લોકો કામ કાઢી જશે.
બહુ ઊંડું જગત છે. પુસ્તકોમાં આ જગત લખેલું જ નથી. એનું વર્ણન જ નથી. જેટલું વર્ણન થાય એટલું વર્ણન કરી ચૂક્યા આ બુદ્ધિથી. બુદ્ધિ પહોંચી ત્યાં સુધી વર્ણન કરી ચૂક્યા. બુદ્ધિથી ઉપર તો બહુ ઊંચું છે. બુદ્ધિ ખલાસ થઈ ગયેલી હોય તેને સમજણ પડે. આખા જગતમાં મારા એકલાની બુદ્ધિ ખલાસ થઈ ગયેલી છે.
જ્યારે બુદ્ધિ જતી રહેશે ત્યારે જેમ છે તેમ દેખાશે. અત્યારે તો બધું બુદ્ધિથી દેખાય છે. કંઈ પણ બુદ્ધિની શરૂઆત થાય છે ત્યારથી આ જગત ઊભું થાય છે અને બુદ્ધિના અંતે એનો નાશ થાય છે. અને જેને બુદ્ધિનો અંત આવ્યો એ મુક્ત પુરુષ !
(૨) બુદ્ધિનું સ્વરૂપ
નફો-ખોટ દર્શાવવાનો કો.. પ્રશ્નકર્તા : એક પ્રશ્ન એ રહે છે. હવે કે બુદ્ધિ એટલે શું ? કોઈ પણ વસ્તુ કે સિદ્ધાંતને જે છે તે સ્વરૂપમાં એક્સેપ્ટ (સ્વીકાર) કરવામાં અવરોધ રૂપ બને તેને બુદ્ધિ કહેવાય ?
દાદાશ્રી : આને ને બુદ્ધિને લેવાદેવા નથી. બુદ્ધિ એટલે શું ? નફો ને ખોટ, બે જુએ, એનું નામ બુદ્ધિ. વ્હેર ઈઝ પ્રોફિટ એન્ડ હેર ઈઝ લોસ (ક્યાં નફો છે અને ક્યાં ખોટ છે) ? પેલી તો બધી અવળી સમજણ કહેવાય. કોઈ પણ વસ્તુ કે સિદ્ધાંતને જે છે તે સ્વરૂપમાં એક્સેપ્ટ કરવામાં અવરોધ કરવો એ રોંગ (ઊંધી) સમજણ કરે છે.
બુદ્ધિ તો, બસમાં બેસો તોય આમ જોઈ લે કે ક્યાં આગળ નફો ને ક્યાં આગળ ખોટ છે. જ્યાં જાવ ત્યાં નફો-નોટો બે જ દેખાડ દેખાડ કર્યા કરે અને ગૂંચવ ગૂંચવ ર્યા કરે, એનું નામ બુદ્ધિ. આ (વિપરીત) બુદ્ધિ જ બિચારાને ભટક ભટક કરાવડાવે છે. રસ્તે ચાલતાંય નફો-ખોટ જુએ.
ટ્રેનમાં ચઢે તોય આમ જોઈ લે કે નફો-ખોટ ક્યાં છે. ભીડ હોય ને, તો ભીડમાં લોકોને ધક્કા મારવાનું શીખવાડે, કે માર ધક્કો ને આગળ ખસો. આવું, બુદ્ધિ પાંસરું રહેવા જ ના દે. માણસને જંપીને બેસવા જ ના દે. ‘અલ્યા, અહીં ટ્રેનમાં ક્યાં રૂપિયા છે ?” ત્યારે કહે, ‘પણ જગ્યાની કિંમત છે.” જો બેસવાનું બરાબર ના મળ્યું તો ઊભો