________________
આતવાણી શ્રેણી ૧૦ (ઉત્તરાર્ધ)
ખંડ - 3
બુદ્ધિ
(૧) અબુધતા વરે જ્ઞાતીતે જ !
બુદ્ધિ કેટલી “અમારામાં' ?
આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) પ્રશ્નકર્તા : ના, પણ થોડીક તો બુદ્ધિ હોય જ ને ?
દાદાશ્રી : હા, એટલે થોડીક તો બુદ્ધિ બધાને હોય જ. તો પણ બુદ્ધિ વગરનો એક્ય માણસ જોયેલો નહીં ? મારામાં કેટલી બુદ્ધિ હશે ? મારામાં બુદ્ધિ નહીં હોય એવું તમે માનો ? તમારા માન્યામાં આવે છે ? હૈ ? મારામાં એક છાંટોય બુદ્ધિ નથી. એ તમને સમજાય ખરું?
પ્રશ્નકર્તા : એ વાત હું નથી સ્વીકારતો.
દાદાશ્રી : મારામાં એક સેન્ટેય બુદ્ધિ નથી. હું એકલો જ બુદ્ધિ વગરનો માણસ છું. તમે બધા બુદ્ધિ ખોળવા આવો તો ‘ભઈ, અહીં આગળ નહીં, આખી દુનિયામાં જો બુદ્ધિ ના હોય, એવો કોઈ પુરુષ ખોળો તો હું એકલો જ છું.’ ‘અબુધ છું', એવો અમે સ્વીકાર કરેલો છે.
પ્રશ્નકર્તા : એ આપની મહાનતા છે.
દાદાશ્રી : ના, મહાનતા મારે જોઈતી નથી. હું તો લઘુતમ છું. મારે મહાનતા ના જોઈએ તોય લોકો ફેંકે છે. અક્રમ વિજ્ઞાની કોનું નામ કહેવાય કે જેનામાં બુદ્ધિ સેન્ટ પરસેન્ટ (સો ટકા) ના હોય. અમારામાં એક ટકોય બુદ્ધિ નહીં.
પ્રશ્નકર્તા : પણ એમ કેમ કહેવાય ? એ માન્યામાં બેસે નહીં.
દાદાશ્રી : અમે પુસ્તકમાં ચોખ્ખું લખ્યું છે કે અમે અબુધ છીએ. તમે એવું લખી શકો ?
પ્રશ્નકર્તા : આબરૂનો સવાલ પેદા થાય એમાં.
દાદાશ્રી : હા, આબરૂનો સવાલ ! અને મારે તો આબરૂ જતી રહેલી, એટલે હું પુસ્તકમાં લખું છું કે અમે અબુધ છીએ. તમે વાંચ્યું નહીં હોય, નહીં ? વાંચ્યું નથી ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : નહીં તો પોતે પુસ્તકમાં લખીને આબરૂ શું કરવા
આપણે બધા આ રૂમમાં બેઠા છીએ, એમાં બુદ્ધિ કોઈને વધારે હશે ખરી ?
પ્રશ્નકર્તા: એ તો કેવી રીતે કહી શકાય ? દાદાશ્રી : તમારામાં કેટલી બુદ્ધિ હશે ?
પ્રશ્નકર્તા : મને કેમ ખબર પડે ? બીજો કોઈક કહે ત્યારે ખબર પડે.
દાદાશ્રી : હા, પણ લોક કહેતા હશે ને, તમે બુદ્ધિશાળી છો, એમ ? એટલે બુદ્ધિ તમારામાં ખરી જ ને ?
પ્રશ્નકર્તા : હા, મર્યાદિત બુદ્ધિ કહી શકાય.
દાદાશ્રી : બુદ્ધિ વગરનો કોઈ માણસ તારી જિંદગીમાં મેં જોયેલો ખરો કે નહીં ?