Book Title: Aptavani 10 U Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 7
________________ જગતના તમામ સજેક્ટનું જ્ઞાન હોય, પણ અહંકાર સહિતનું જ્ઞાન તે બુદ્ધિ ને નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન. માત્ર ‘હું કોણ છું’નું જ્ઞાન થયું, એ રિયલ જ્ઞાન છે. એ ના થયું તો, સર્વ જ્ઞાન બુદ્ધિજન્ય જ્ઞાન છે. ઈડિરેક્ટ પ્રકાશ બધું જ પ્રકાશિત કરે, માત્ર “હું કોણ છું' એ સિવાય. બુદ્ધિ પારકી બધી વસ્તુઓને દેખાડે પણ પોતાને ન દેખી શકે. આત્મા એ ‘સ્વ-પર’ પ્રકાશક છે ને બુદ્ધિ ‘પરી’ પ્રકાશક છે. તેથી ‘સ્વ'ને જોઈ ના શકે. સૂર્ય ઊગે પછી મીણબત્તીની શી જરૂર ? આત્મજ્ઞાન પછી બુદ્ધિની શી જરૂર ? જ્ઞાન એ મૂળ દ્રવ્ય છે ને બુદ્ધિ એ સંયોગી દ્રવ્ય છે. અહંકાર આંધળો, બુદ્ધિનાં ચશ્માં વિના. એ કાયમ બુદ્ધિની આંખથી હશે, તો નુકસાનકારક ડિસિઝન લેવાશે. પુણ્ય ને પાપના ઉદય, ચલાવે છે. જીવમાત્રનું. એને જ ‘વ્યવસ્થિત’ શક્તિ કહી. પરીક્ષણ કરે બુદ્ધિ, નિરીક્ષણ કરે ‘પોતે. બુદ્ધિ હંમેશાં ઈમોશનલ કરાવે. ટ્રેન ઈમોશનલ થાય તો શું થાય ? એક્સિડન્ટ. તે બુદ્ધિ ઈમોશનલ થાય તો, શરીરમાં લાખ્ખો જીવો મરી જાય ને હિંસાની જોખમદારી આવે શીરે. કંઈ અજુગતું જોતાં જ મહીં થડકાટ થઈ જાય, તે છે ઈમોશનલપણું. માટે મોશનમાં રહેવું. મોશનથી નોર્માલિટી આવી જાય ! સાપ રૂમમાં પેસતાં દેખાયો તો આખી રાત ઊંઘવા ના દે એ કોણ ? બુદ્ધિ. વેગમાંથી ઉદ્ગમાં તાણે તે બુદ્ધિ, બુદ્ધિ જાય ત્યારે, મોશનમાં રહેવાય. જ્ઞાનીના સત્સંગમાં વિપરીત બુદ્ધિ, સમ્યક થાય. પછી સહજ થવાય. પછી ઈમોશનલ ના થવાય. બુદ્ધિ સેન્સિટિવ કરે. સેન્સિટિવ એટલે ‘વિકનેસ ઑફ સેન્સ.” સેન્સિટિવ થયો કે થયો રઘવાયો ને અસ્થિર. બુદ્ધિ અને જ્ઞાનમાં શું ફેર ? બુદ્ધિ એ આત્માનો ઈન્ડિરેક્ટ પ્રકાશ અને જ્ઞાન એ આત્માનો ડિરેક્ટ પ્રકાશ. અહંકાર મિડિયમમાંથી નીકળે તે બુદ્ધિ ને ડિરેક્ટ નીકળે તે જ્ઞાન પ્રકાશ, આત્માનો. સૂર્યનો પ્રકાશ અરીસાના મિડિયમમાંથી પસાર કરાવી રસોડામાં લઈએ તે ઈન્ડિરેક્ટ પ્રકાશ એટલે બુદ્ધિ અને ડિરેક્ટ સૂર્યનો પ્રકાશ આવે તે જ્ઞાન. જેવું માધ્યમ તેવું પરિણામ. જેવો અહંકાર તેવી બુદ્ધિ. ગાંડો અહંકાર તો ગાંડી બુદ્ધિ, ડાહ્યો અહંકાર તો ડાહી બુદ્ધિ, ચોર અહંકાર તો ચોર બુદ્ધિ, લુચ્ચો અહંકાર તો લુચ્ચી બુદ્ધિ, ડાહ્યો એટલે કોઈનેય નુકસાન ના કરે તે. જેટલો અહંકાર નિર્મળ એટલી બુદ્ધિ સુંદર. અહંકારને લીધે બુદ્ધિ છે, બુદ્ધિને લીધે અહંકાર નહીં. જેટલી અહિંસા, તેટલી બુદ્ધિ ‘હાઈ લેવલ પર. સંસાર તો, ગાયો-ભેંસોનોય ચાલે જ છે ને ! એમનેય વહુ કે સાસુસસરા ના હોય ? છતાં ત્યાં નથી ઝઘડા કે નથી ડાયવોર્સ ! જ્ઞાનીની પાસે ડિરેક્ટ પ્રકાશ હોય. એ પ્રકાશથી જગતની, તમામ વસ્તુઓ પ્રકાશમાન થાય, તેથી સર્વ ફોડ મળી શકે. | ડિરેક્ટ પ્રકાશ તો તમામ અલૌકિકતાને પ્રકાશે, બુદ્ધિ લૌકિકતા જ પ્રકાશે. બુદ્ધિનો પ્રકાશ લિમિટેડ (સિમિત) ને જ્ઞાનનો પ્રકાશ અનલિમિટેડ (અસિમિત). જ્ઞાનીઓને, તીર્થંકરોને બુદ્ધિ ન હોય, કેવળજ્ઞાન જ હોય ! (3.3) બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ... - વિજ્ઞાન એનું નામ કે, નક્કર અનુભવ સહિત હોય ! ‘હું રાજા છું' એ સ્વપ્નનોય કેવો અનુભવ હોય ! તો હું પરમાત્મા છું' એ અનુભવની તો વાત જ શી કરવી ! સ્વપ્નાનું ક્ષણિક હોય, જ્યારે આત્માનો અનુભવ શાશ્વત હોય. ભૌતિક જ્ઞાન ને આધ્યાત્મિક જ્ઞાનમાં ફેર શું ? ભૌતિક જ્ઞાનમાં બાહ્યબુદ્ધિ હોય ને આધ્યાત્મિક જ્ઞાનમાં, આંતરબુદ્ધિ હોય. ફોરેનના લોકોને બાહ્યબુદ્ધિ હોય, ભૌતિકમાં ખૂબ આગળ લઈ જાય. તે ભારતીયોમાં આંતરબુદ્ધિ હોય, તે અધ્યાત્મમાં ખૂબ આગળ લઈ જાય. ફોરેનના પ્રેસિડન્ટ હોય, તેને જ્ઞાની પાંચ વરસ આત્માની વાત કરે, તોય તેને કશું ના સમજાય અને અહીંના ચોરને પણ જ્ઞાની કલાકમાં ભગવાન બનાવી દે. આ છે ભારત ભૂમિનો પ્રતાપ ! જેમ અગવડ તેમ બુદ્ધિનો વિકાસ. સતયુગમાં સગવડો પાર વગરની, કળિયુગમાં અગવડો પાર વગરની. તેથી બુદ્ધિ કસાયેલી, આ કાળમાં જ 11 12Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 319