Book Title: Aptavani 10 U
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 13
________________ કરેલાં, નકશાનું જ રૂપક આવેલું છે આ ભવમાં. પોતે જ પસંદ કરીને ચીતરે છે ડિઝાઈન. એ ડિઝાઈન એટલે બુદ્ધિનો આશય. બુદ્ધિના આશયમાં ભરી લાવ્યા તે જ મળે ? હા, પણ જોડે જોડે પુષ્ય તેમાં ખર્ચાય ત્યારે. દરેક પોતાના બુદ્ધિના આશય મુજબ, પુણ્ય ખર્ચ પામે છે વસ્તુઓ. જોઈએ બંગલા, ગાડી, વાઈઝ વાઈફ, સ્માર્ટ સન્સ ! બુદ્ધિના આશયમાં માંગી એક બૈરી ને આવ્યું લંગર... સાસુ, સસરા, મામા સસરા, કાકા સસરા, છોકરાં, વહુ... આપણે જે જે ટેન્ડર ભર્યું ગયા ભવમાં, તે જાય છે યુનિવર્સલ કોમ્યુટરમાં. તેનાથી પુણ્ય-પાપના હિસાબ પ્રમાણે, રિઝલ્ટ મળે છે ફિડ કરનારને. અને જે રિઝલ્ટ મળે, તે તેને ગોઠે-ગમે. ઝૂંપડીવાળાને ઝૂંપડી જ ગોઠે, મહેલ ના ગોઠે. કાળો-કૂબડો છોકરો, પણ એ જ એને ગમે. સંજોગો બુદ્ધિના આશયો બંધાવે છે. ભાઈઓ પજવે તો, એવું બાંધે ભાઈ જ ના જોઈએ. બૈરી જાડી હોય તો કહે પાતળી જોઈએ, સોટા જેવી. પછી મળે ટી.બી. પેશન્ટ જેવી, ત્યારે માંગે એના કરતાં જાડી સારી. આમ બદલાયા કરે બુદ્ધિના આશયો. પુણ્ય ને પાપની વહેંચણીની ગોઠવણી કેવી રીતે થાય ? પુણ્યપાપની કમાણીમાં, નથી બાદબાકીનો ન્યાય કુદરતમાં. બન્ને ભિન્ન ભિન્નપણે ભોગવવાનું. સંપૂજ્ય દાદાશ્રી પોતાના બુદ્ધિના આશયો માટે કહે છે, ભૌતિકમાં બંગલા, ગાડી, ટી.વી., ટેલિફોન, ઘડિયાળ કે બાબા-બેબીમાં ન ખર્ચે પુણ્ય કમાણી. પંચાણું ટકા પુણ્ય કમાણી ખર્ચ આત્મધર્મમાં ને જગત કલ્યાણમાં. પાંચ ટકા પુણ્યના ખર્ચા, સંસ્કારી માતા, પત્ની, કપડામાં ને દેહમાં. ભાવ અને બુદ્ધિનો આશય, એમાં શું ફેર ? ભાવ એ દહીં છે ને બુદ્ધિનો આશય છે માખણ. ભાવમાંથી ખડો થાય, બુદ્ધિનો આશય. દાદા મળ્યા કઈ પુāએ ? તમે પણ ટેન્ડર ભરજો દાદા જેવું, બુદ્ધિના આશયમાં જ્ઞાન વિના કશું ન હોય, જગત કલ્યાણ વિના ભાવના કશી ન હો.' (3.૮) બુદ્ધિ સામે, અક્રમ વિજ્ઞાત ! બુદ્ધિ અને જ્ઞાનના અપૂર્વ ફોડ પાડ્યા જ્ઞાનીએ અહીં અને પ્રકાશ્ય અક્રમ વિજ્ઞાન, જે કલાકમાં જ મુક્ત કરે. એક-એક ફોડ છે સૈદ્ધાંતિક. એમાં એક સેન્ટ પણ ન હોય બુદ્ધિ. સેંકડો બુદ્ધિના ખેરખાંઓ આવ્યા, બુદ્ધિશાળીના ભેજાં તોડી નાખે તેવા લાખો પ્રશ્નો લાવ્યા, એક-એકનું સમાધાન કરાવ્યું દાદાએ. કેવું ગજબનું છે, આ અક્રમ વિજ્ઞાન ! બુદ્ધિને ગાંઠતું જ નથી કદી. બુદ્ધિ બેઠી બેઠી પાણી ભરે એની આગળ. આ પ્રગટયું છે બટ નેચરલ ! એમાંય નથી કર્તાપણું માથે લેવાયું. નિરંતર ફ્રીઝની ઠંડક ને પ્રગતિ મોક્ષમાર્ગ ભણી. ખુદાની ગુફામાં ન પહોંચી બુદ્ધિ કદી, ત્યાં અક્રમ વિજ્ઞાન પેસી ગયું કલાકમાં સડસડાટ ! દાદાએ દીધો જગતને, ખુદાનો પૈગામ, પયગંબર બની ! સાયન્ટિફિક અક્રમ માર્ગ બતાડી, આર.ડી.એક્સની અગનમાં જલતા લોકોને, એ.સી.ની ઠંડક બક્ષી કાયમની ! ધન્ય છે, ધન્ય છે, એ અક્રમ વિજ્ઞાનને ! અને અહો ! અહો ! એ વિજ્ઞાનના ધારક, તરણતારણહાર, જ્ઞાનાવતાર દાદા ભગવાનને ! [ખંડ-૪] ચિત (૪.૧) ચિતનો સ્વભાવ શરીરમાં ભટકવાની ટેવ કોને ? મનને કે ચિત્તને ? ચિત્તને. મન તો આ શરીરની બહાર જઈ જ ના શકે. ચિત્ત બહાર ને શરીરની મહીં, બધે જઈ શકે, ખુદાબક્ષની જેમ મનનું કાર્ય માત્ર વિચારવાનું જ. ચિત્ત અહીં બેઠાં બેઠાં ઓફિસ જોઈ આવે, કઈ ફાઈલ ક્યાં છે તે જોઈ આવે. એઝેક્ટ ફોટોગ્રાફી પાડે એ ચિત્ત. અશુદ્ધ ચિત્ત ભટકે વિનાશી વસ્તુઓમાં, શુદ્ધ ચિત્ત સ્થિર થાય અવિનાશીમાં. શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા ! એ જ શુદ્ધ ચિતૃપ !! મન ને ચિત્તને કંઈ લેવાદેવા નથી. એને ભટકવામાં કોઈની સહાયનીય જરૂર નથી. ચિત્ત ભટકે તેમાં અજ્ઞાનીને અહંકાર ભળે, જ્ઞાનીને ના ભળે. જ્યાં રસ છે ત્યાં ચિત્ત જાય, કંટાળે છે ત્યાંય જાય. રસ નથી ત્યાં ના જાય. ચિત્તનું તત્ત્વસ્વરૂપ શું છે ? અશુદ્ધ ચિત્ત એ વ્યવહાર ચૈતન્ય, મિકેનિકલ ચેતન કહેવાય. અંતઃકરણમાં ચેતન, ચિત્ત એકલું જ છે. ચેતન એટલે પાવર ચેતન. આત્માની હાજરીથી જ પાવર પૂરાય છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 319