Book Title: Anubandhashtak Author(s): Dulerai Matliya Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 8
________________ ધાર્મિક પુટવાળાં પ્રજાસંગઠનનાં હાથમાં દેશ અને દુનિયાનું સુકાન સોંપાઈ જવું જોઈએ. દુનિયામાંના ભૌતિકવાદે પિતાને પંજે સર્વત્ર ફેલાવ્યો છે તેની અસરથી ભારત મુક્ત નથી રહી શકહ્યું. પરંતુ તે અસર હજુ તેના આત્મા સાથે ઓતપ્રોત નથી થઈ ત્યાં લગી ઉંગરવાના આરે છે અને દુનિયાને ઉગારવાને ઉપાય પણ તેમાં રહેલો છે. જે ક્રાંતિને અર્થ કેવળ બળપૂર્વક બળવો નહીં પણ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનામાં પ્રગતિ છે તો પછી તે ભાવના ચરિતાર્થ કરવા સત્ય અહિંસા અને આધ્યાત્મિક્તા જશે જ અને એ કદી પ્રજા ચેતનાના સહયોગ વિના સાંપડી શકે નહીં, એ સહયોગ પ્રાપ્ત કરવા કોંગ્રેસ જેવી રાજકીય સંસ્થા પાસે કેવળ પાર્લામેન્ટરીને વહીવટી સત્તા રાખી આર્થિક સામાજિક શૈક્ષણિક સાંસ્કૃતિક અને નૈતિક ધડતરના કાર્યનું સુકાન જે તે નૈતિક અને ધાર્મિક પુટવાળાં પ્રજાસંગઠનનાં હાથમાં સોંપાઈ જવું જોઈએ. એ વાત રાજકીય સાહસ કરીને પણ કોંગ્રેસ પિતાના હૈયે ધરવામાં પહેલ કરશે ખરી ?૧ જેમાં આર્થિક સામાજિક અને નૈતિક ક્રાંતિ એકી સાથે થશે મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય મળ્યા બાદ હવે આર્થિક સામાજિક અને નૈતિક ક્રાંતિ એકી સાથે કરવાનું દેશને આવાહન કયું તે બાબત હવે ગંભીરતાથી વિચાર્યા વિના છૂટકે નથી. ગ્રામાભિમુખ અર્થતંત્રના પાયાનું એક્સ ગામડું શરૂઆતમાં દુનિયાના અર્થતંત્ર સાથે ટકવા ઔદ્યોગિક આરંભ-જરૂરી હશે પરંતુ હવે ભારતીય અર્થતંત્રને પ્રામાભિમુખ બનાવ્યા વિના છૂટકે નથી. ભારતની એંસી ટકા વસ્તી ગામડામાં વસતી હોય છે. જે ગ્રામઅર્થતંત્ર સદ્ધર બનશે તો ભારતની પ્રજા પણ સદ્ધર અને સમૃદ્ધ આપોઆપ બની જવાની. અર્થતંત્ર સાથે ૧. વિ.વા. ૧-૩-૧૯૬૪Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73