Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 52
________________ ૨૩ ઉપાસના કરે, એટલે કે પોતાના ધર્મમાં ખૂટતાં તને બીજા ધર્મોમાંથી મુતવે તારવીને ઉમેરે અને આ રીતે પોતાના ધર્મનું તેજ વધારીને તેની ઉપાસના કરે. ધર્મનીતિસંગમ આચારે ધર્મ ઉતારે, સામુદાયિક નીતિથી, ધર્મને નીતિની પાંખે, આપે ગતિ સમાજને. પાર ભાવાર્થ : સમાજના જીવનમાં શુદ્ધ ધર્મને સામુદાયિક નીતિથી-સંગઠિત નૈતિક વ્યવહાર સચવાવીને આચરણમાં ઉતારે અને આ રીતે ધર્મ અને નીતિની બે પાંખોથી સમાજને આધ્યાત્મિક ગગનમાં ઊડવા ગતિ પ્રદાન કરે. કારણ કે જે આ બે પાંખે (ધર્મ અને નીતની) તૂટેલી હશે તો સમાજરૂપી પંખી આધ્યાત્મિક આકાશમાં ઊડી જ નહિ શકે. તે ત્યાં જ રૂઢિઓને કાદવમાં ફસાઈ જશે, અગર તો ધર્મના નામે ચાલતા પાખંડ (ચમત્કારો, વહેમ, અંધવિશ્વાસો. દંભ, હિંસાકાંડ વગેરેના ખાડામાં પડી જશે. અનુબંધ-પ્રેરણા સેવક સંઘને જોડે, મૂલ્ય કાંતિપ્રયોગમાં વ્યક્તિ સમાજ ને તંત્રે; ધર્માનુબંધ સાધવા. પદા ભાવાર્થ: એવી જ રીતે તે સંત, પોતાના ધર્મક્રાન્તિના અને સાચાં નવાં મૂલ્ય સ્થાપવાના પ્રયોગમાં, અગર તો અનુબંધ પ્રયોગમાં અથવા સમગ્ર સમાજમાં ધર્માચરણ કરાવવામાં હાથપગ ઉપ સહાયક એવા જનસેવકોના સંઘને સાથે જોડે, એટલે કે વાત્સલ્યાનુબંધથી પોતાની સાથે લે, જેથી તે પોતાના વ્યક્તિગત જીવનમાં અથવા વ્યક્તિમાં, સમાજમાં અને સ્વરાજ્ય સંસ્થાના તરમાં ધર્માનુબંધ સાધી શકે; એટલે કે, તે એ ત્રણેને ધમને

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73