Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ ૩૨ શોષણમુકિત સુજી વાજબી ભાવ, જે રક્ષે હિત સર્વનાં લવાદી ન્યાય સન્માની, વર્ગ મેળ ઊભું કરે. પપા ભાવાર્થ : જે ગ્રામમંડળો પોતાની જિંદી જરૂરી ચીજના વાજબી ભાવો પોતે નકકી કરીને જે સર્વનાં હિતોને રક્ષે છે, તેમ જ ઝગડા વગેરે પ્રસંગે લવાદી (મધ્ય) દ્વારા આપેલ ન્યાયને શિરોધાર્ય કરીને વર્ગસંઘર્ષ જેવા હિંસાત્મક ઉપાયોને બદલે વગ મેળ (વર્ગસમન્વય) ઊભો કરે છે–જેથી કેઈનું શોષણ થતું નથી. સ્વાતંત્ર્ય રક્ષે સ્વાતંત્ર્ય ગ્રામનું, સૌ રાજકીય પક્ષથી; નૈતિક ગ્રામ-નેતૃવે, સવ (ગ્રામ) પંચાયત ભરે. દા ભાવાર્થ : રાજ્યશક્તિને વધારે પડતો આશ્રય લેવાને બદલે સૌ સંગઠિત ગ્રામજનો નતિક ગ્રામમંડળના નેતૃત્વમાં સ્વતંત્ર લેકશક્તિ ઊભી કરી, રાજ્યશક્તિ પર પ્રભાવ પાડે તેવું ગ્રામસ્વાતંત્ર્ય સિદ્ધ કરવા, અને રક્ષવા સર્વે ગ્રામપંચાયતો એવાં નૈતિક ગ્રામમંડળના પ્રતિનિધિઓથી ભરી દે. સંવાદિતા સુગ્રામ, રાષ્ટ્ર ને વિશ્વ ગ્રામસંગઠને થકી, જોડાતાં પ્રેમવિશ્વાસ સંવાદિત સુનીતિથી. શા ભાવાર્થ: બીજાં અવાં સારાં શામે, રાષ્ટ્રો અને વિશ્વ ગ્રામ સંગઠનોની સાથે પ્રેમ (વાત્સલ્ય) અને વિશ્વાસને આધારે સુની. તિથી જોડાતાં પતિ પણ સંવાદિત (ધર્મદષ્ટિએ સંગત) બની જાય છે.

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73