Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 66
________________ ૩૭. સમાજમાં વાત્સલ્યપાત્રાને વીણું વીણીને તેમને વ્યક્તિશઃ થોડુંક પૈસા, સાધન વગેરેનું દાન નથી આપતા, પરંતુ સામૂહિક રીત સંસ્થા દ્વારા બધાં વાસપાત્રોને એવાં સમાજોપયેગી સેવાનાં સત્કામાં યોજીને તેની આખી જિંદગીની રોજી સ્વાભિમાનભેર મળી શકે તેવી બાંધી આપે છે. આ રીતે સંસ્થા દ્વારા જ દાનપુનાં કાર્યોને આચરીને તેની સાથે ધમના સુસંસ્કારો સીંચીને તેને ઘડે છે, સંસ્કૃતિને ઉજજવલ બનાવે છે. એવી કીર્તિદાયિની આ માતૃસમાજ સંસ્થા છે. કળવિકાસ ખીલવી સ્વાશ્રયે શક્તિ, આપી હુન્નર માનથી; ભાવે શીલ સૌન્દર્યો માતૃસમાજ નારને. મારા ભાવાર્થ : વળી એ માતૃસમાજ સંસ્થા પોતાની નારીજતિને આમતેમ રખડતી અને પોતાના પેટ, પહેરણ અને પથારી માટે વલખાં મારતી જઈને અથવા તે એવી કેટલીક નારીઓને નૈતિક અધઃપતનને રસ્તે જતી જોઈને તેને વાત્સલ્યભાવે સંસ્થામાં સ્વમાનભેર વિવિધ હુનરો–ગૃહોદ્યોગ આપીને તેની સ્વાશ્રયી શક્તિને ખીલવે છે, તે સાથે કળાને પણ વિકસાવે છે અને તેથી નારીઓનાં શીલ, સ્વાસ્થય, સૌદય અગર તે આમદયને દિપાવે છે. વિદ્યાવિકાસ કેળવે બ્રહ્મવિદ્યાએ વિજ્ઞાન-ગૃહકાર્યમાં સત્ય મૃદુ મિતાભ્યાસે માતૃસમાજ નારને. કા ભાવાર્થ : વળી માતૃસમાજ સંસ્થા, ગૃહઉદ્યોગ, ગ્રામોદ્યોગ અને ગૃહકાર્યના વિજ્ઞાનમાં નારીતિની શક્તિ ખીલવીને તેને આત્મવિજ્ઞાનમાં (બ્રહ્મવિદ્યામાં પણ પ્રવૃત્ત કરે છે, એટલે કે તેને

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73