________________
૩૮
કરે, અગર તા શીલભ્રષ્ટ કરવા માટે માધ્ય કરે અથવા તને ગભરાવીને નૈતિકપતનને રસ્તે જવા લાચાર બનાવે ત્યાં માતૃસમાજ કરુણાભાવે એવી બહેનને નૈતિક સહાય આપીને તેવા કષ્ટથી છેડાવે છે.
ક્ષમાવિકાસ
અજ્ઞાને માગ ભૂલેલી, ભ્રષ્ટ જે ભયલાલચે; માતૃસમાજ નારીને કરે શુદ્ધ ક્ષમા થકી. રાણા ભાવાર્થ : જે બહેન અજ્ઞાનવશ પાતાના શીલમા ને ભૂલી જઇને ઊલટે અનૈતિક રસ્તે ચડી ગઈ હોય અગર તા સમાજમાં પોતાની નિર્વાહ કે આશ્રય નહી' આપવાની ખીજું અથવા પૈસા કે પદપ્રતિષ્ઠા અથવા તા મેાજશાખની લાલચે ફસાઈ જઈને ભ્રષ્ટ થઈ ગઈ હોય, વેશ્યાવૃત્તિ જેવી અનિષ્ટ વૃત્તિને સમાજના ત્રાસથી બચવા અપનાવી લીધી હેાય; તેવી ખહેનને પણ તેના દાષા ભૂલેાની ક્ષમા આપીને માતૃસમાજ તે નારીને શુદ્ધ કરે છે અને તને નૈતિક રસ્તે લગાડીને સ્વાશ્રયી જીવિકા આપે છે.
સેવા-વાત્સલ્ય વિસ્તરણ
નિર્વ્યાજ ગ્રામસેવાએ સેવિકાગણ માકલી; માતૃસમાજ રેલાવે વાત્સલ્ય ગામ-ગામમાં. ૫૮ાા
ભાવાર્થ : એવી માતૃસમાજ સંસ્થા આર્થિક સપન્નતા પામીને જ્યારે ગ્રામા ઉપર કોઈપણ જાતની દુકાળ, ભુકંપ કે રેલ વગેરેની આલ્ફ્રેત આવી પડે, તેવે વખત નિઃસ્પૃહ-ભાવે તનમનધનથી પાતાની સેવા આપે છે, તેમ જ જતસેવિકા વાત્સલ્ય વિચારથી ઘડી ઘડી તૈયાર કરીને ગ્રામસેવા માટે મેકલે છે. આ રીતે માતૃસમાજ ગામડે ગામડે અને ઝૂંપડે ઝૂ ંપડે પેાતાની સેવા આપીને વાત્સલ્ય રેલાવે છે.