________________
૨૪
અનુબંધિત કરી શકે. જે તે પોતાની સાથે સેવક સંધને નહિ જોડે તે પિલા ત્રણેયને ધર્મને અનુબંધિત કરી શકશે નહિ, તે ત્રણેય નિરંકુશ થઈને પરસ્પર બાઝશે, અથડાશે અગર તો અધર્મ આચરશે.
- સામુદાયિક સાધના વિસ્તાર વિશ્વવાત્સલ્ય, શુદ્ધ નૈષ્ઠિક નીતિથી સુગ્રામ, રાષ્ટ્ર ને વિવે, સામુદાયિક સાધને. પછા
ભાવાર્થ : સંત પ્રાણીમાત્રનાં મા-બાપ કહેવાય છે. એટલે તેનું ધ્યેય વિશ્વાત્સલ્ય છે. આ વિવાત્સલ્યને વિસ્તારવા માટે તે ગામ, નગર, રાષ્ટ્ર અને વિશ્વને સામુદાયિક રીત (સંગઠનબદ્ધ કરીને) શુદ્ધ ધમની નૈષ્ઠિક નીતિથી સાંધે. આ રીતે બધાંનાં સંગઠનને અનુબદ્ધ કરવાથી જ વિવવાત્સલ્ય ધ્યેયને સંત સહજ ભાવે સિદ્ધ કરી શકશે.
મૂલ્યરક્ષા નૈતિક મંડલ દ્વારા, વ્યાપ્ત નૈતિક મૂલ્યને પ્રતિષ્ઠા પ્રાણ હેમીને. પિષે અધ્યાત્મમાં રહી. ૫૮
ભાવાર્થ: આ બધું (સંગઠનને અનુબંધિત) કરવા છતાં જયારે નૈતિક બુનિયાદને આધારે સંગઠિત થયેલાં રડળ દ્વારા સમાજમાં વ્યાપ્ત નૈતિક મૂલ્ય ખવાતાં હોય, કોઈ તમનાં નૈતિક મૂલ્યો ઉપર તરાપ મારતું હોય, તેવે વખતે મા જેમ બાળકના પ્રાણની રક્ષા કરવા માટે પોતાનાં પ્રાણ પ્રતિષ્ઠા અને ધનસંપત્તિ બધું જ હેમી દે છે, તેમ સમાજના પ્રાણસમાં નૈતિક મૂલ્યોની રક્ષા માતાની પિઠે સંત પોતાનાં પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહ બધું જ હોમી દે અને પોતે અધ્યાત્મ તત્વ જળવીને આવાં મંડળને પોપ.