________________
સ્વધર્મશોધન સ્વધર્મે સ્થિરતા આપી. સંશાધે રૂઢિમૂઢતા: પલટે બાહ્ય આચા. તત્વે સાતત્ય જાળવી. ૩
ભાવાથ: એવા અધ્યાત્મપ્રેરક સંતા સૌને સ્વધર્મે સ્થિર કરે, એટલે કે કોઈ પોતાના ધર્મનું આચરણથી ડગતા હોય, ભય કે પ્રલેભનથી પ્રેરાઈને ધર્મને છોડવા તૈયાર થતા હોય, અગર તા. દંભથી માત્ર ધર્મના ખોખાને જ સાચો ધર્મ સમજીને આચરતા હોય તે તેને તે ધર્મનું સાચું તત્ત્વ સમજાવીને પોતાના ધર્મના આચરણમાં સ્થિર કરે. ધર્માનુયાયીઓમાં પેઠેલી કુરૂઢિઓ અને મૂઢતા (દેવ, ગુરુ, ધમ, શાસ્ત્ર અને લોકવ્યવહાર સંબંધી મૂઢતા) ને તત્ત્વ સમજાવીને શુદ્ધ કરે અને સાચા વ્યવહાર અને સાચી ક્રિયાને અચરાવે. બાહ્ય આચારે કે જે યુગબાહ્ય, દંભવર્ધક, વિકાસઘાતક અને સમાજને હાનિકર્તા થઈ પડ્યા હોય તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પાત્ર અને પરિસ્થિતિ જોઈને પરંપરાનું મૌલિક સાતત્ય જાળવીને તવની દષ્ટિએ ચકાસીને ફેરફાર કરે, સંશોધન, પરિવર્ધન, અને પરિવર્તન કરે.
| સર્વધર્મ-ઉપાસના સૌ ધમીને સુવાત્સલ્ય, પિષે આધ્યાત્મતોષથી; ગ્રહી સૌ ધર્મને સાર, ઉપાસે સ્વધર્મને. રાજા
ભાવાથ; વળી તે સંત બધા ધર્મવાળાઓના સંપર્કમાં આવીને તેમની સાથે આત્મીયભાવ દાખવી, બધા ધર્માવાળા પરસ્પર તમે બંધુઓ છે, તમે સ ત જ પરમાત્માની સંતતિ છે. એવા વાત્સલ્યભાવે આધ્યાત્મિક સંતોષ આપીને ને પછે એટલે કે બધાને આત્મીયભાવે સુખશાંતિથી રહેવાનું સમજાવીને ધર્મથી પુટ કરે. પાતે બધા ધર્મોને સાર ગ્રહણ કરીને પોતાના ધર્મની