Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ માત્ર આત્મકલ્યાણની સાધના જ કરવી જોઈએ તેને વળી અનુબંધની સાથે લેવાદેવા શી છે? પરંતુ એ બરાબર નથી. કારણ કે જેના ધમમાં નિશ્ચય અને વ્યવહાર, બે દષ્ટિએ બતાવી છે. નિશ્ચિયનની દષ્ટિએ તે સંતિ માત્ર પિતાના આત્મામાં જ સ્થિર થઈને પિતાનું શ્રેય સાધીને શુદ્ધાત્મા બનવું જોઈએ, જેથી મેક્ષ પામી શકાય. પરંતુ વ્યવહારમાં એમ બનતું નથી, કારણ કે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી પિતાના આત્માનું શ્રેય પણ બીજા આમાઓ સાથે સંકળાયેલ જ છે. આત્મામાં સ્થિર થવાનો અર્થ એ જ છે કે પોતાના આત્મસ્વરૂપમાં, આત્મગુણામાં લીન થઈ જવું. પરંતુ સત્ય, અહિંસા, પ્રેમ, વાત્રવ્ય, ક્ષમા, દયા વગેરે જે આત્મગુણે છે, તે મેળવવા, ટકાવવા અને વિકસાવવા તેમ જ આત્મગુણે કેટલા પ્રમાણમાં વિકસ્યા છે, એ તપાસવા અને દેહને પિાવવા માટે સરકાજની સાથે સંપર્ક અનિવાર્યપણે જરૂરી છે જ. જ્યારે સમાજની સાથે વ્યવહારમાં સંપર્ક કરવો જરૂરી છે, ત્યારે તે સંબંધ માહ કે રાગદ્વેષ અથવા તે આસકિતવાળો ન થઈ જાય તે માટે સંબંધને બદલે અનુબંધ જેડ જરૂરી છે, જેથી પોતાને આમા પણ અનિષ્ટોથી બચીને શ્રેય સાધી શકે અને બીજાઓને પણ પ્રેરીને શ્રેય સધાવી શકાય. આમ અનુબંધયુક્ત વ્યવહાર થવાથી આમાના નેહની સાથે સાથે વિશ્વનું શ્રેય પણ સહેજ સધાઈ જશે. ખરું જોતાં તે વિશ્વને શ્રેયમાર્ગ દેરીને ધર્મ અચરાવવામાં જ પોતાનું શ્રેય સમાયેલું છે. એટલે ખરે આધ્યાત્મિક સાધક જ્યાં રાગ, દ્વેષ, મોહ વગેરે આત્મગુણના વિરોધી દુર્ભાવો આવવાના હશે ત્યાં ચેતીને કે અનુબંધને લીવ બીજા (ગુરુ કે સમાજ )થી પ્રેરાઈને નિશ્ચયદષ્ટિએ પિતાના આત્મામાં જ સ્થિર થશે. પરંતુ દેવહારમાં સમસ્ત આત્માઓની સાથે વાસવ્ય સંબંધ રાખીને પિતાના શ્રેયમાં આવતાં વિદને દૂર કરશે અને પોતાનું, અને તે સાથે અનુબંધપદ્ધતિથી આખા વિશ્વનું શ્રેય ધશે. એ રીતે તે મોક્ષની એટલે કે પૂર્વોક્ત મોક્ષમાર્ગની સાચી સાધના કરશે. જે

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73