________________
૧૭
અનુબંધ કરતી વેળાએ પોતાનાં મન વાણું અને કાયાને અશુભથી બચાવે છે, અને શુભમાં પ્રવૃત્ત કરે છે; તેથી એ ત્રણેય નિર્મળ રહે છે; તેમ જ પાંચ મહાવ્રતો નિષેધાત્મક અને વિધેયાત્મક બંને રીતે પાળવામાં જાગરૂક રહે છે, તેમાં કોઈ દોષ પેસી જાય અથવા પિસવા માંડે તો તે તેને માટે પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત વગેરેથી તેને તરત દૂર કરીને શુદ્ધ બની જાય છે. પોતાની ક્રિયાઓમાં, ભાષામાં, મનમાં ઊઠતી ઇચ્છાઓમાં, વ્યુતસર્ગ કે ગ્રહણ કરવામાં સદાય જાગ્રત રહે છે; કયાંય અશુભ ન પડી જાય તે માટે પોતાની અને સમાજની પણ નિતિક ચકી રાખે છે. જૈન પરિભાષા પ્રમાણે તે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને પંચ મહાવ્રત કે જે ચારિત્રનાં અંગો છે તેમાં અપ્રમત્ત રહીને વિશ્વની સાથે અનુબંધ રાખેરખાવે છે.
તપાચાર સાધના ભરી વિવે સુવાત્સલ્ય, આવરણ હરે બધાં; પુષ્ટિ દે સત્ય ન્યાયે જે, શુદ્ધિતપે હરી મળ. કા
ભાવાર્થ : અનુબંધોગી એવા વિશ્વવત્સલ સંત વિશ્વમાં વાત્સલ્યભાવ ભરીને, લોકોનાં બધાં આવરણોને-અંતરાયોને કે જે બધાયના વિકાસને રોકે છે, નષ્ટ કરે છે, એમાં બાહ્ય-આત્યંતર (આંતરિક) જે કાંઈ તપ કરવું પડે તે ખુશીથી કરે છે. જગતમાં સત્ય, પ્રેમ અને ન્યાયને પોષવા, ફેલાવવા તે સતત તપશ્ચર્યા કરે છે. સમાજમાં પાંગરતાં અનિટોને નિવારવા તે આત્મા અને જગતની શુદ્ધિ અને શ્રેચ માટે તપ કરે છે. આ રીતે સંતની તપાચાર સાધના અનુબંધ સાધવા-સુધારવા માટે બહુ જ ઉપયોગી છે.
વીર્યાચાર સાધના વેજીને કાંત સ્વાધ્યાય, પ્રેરી ક્રાંત પ્રકાશને; ભેદે દીવાલ ભેદની, અિધ્યભાવ-પ્રચારથી. પા