Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 47
________________ ૧૮ ભાવાર્થ : વીર્યને અર્થ છે શક્તિ, કે જે બ્રહ્મચર્ય પાળવાથી મળે છે. તે સંચિત શક્તિને આચાર એટલે કે ઉપયોગ ક્રાંતિપ્રિય સાધુ બીજાના ખંડનમંડનમાં, બેટી ટીકા કે નિંદાકુથલી કરવામાં અગર તે પ્રાંત, જાતિ, ધર્મસંપ્રદાય, રાષ્ટ્ર કે ભાષાને નામે ઝનૂન ભરીને ભેદભાવ વધારવામાં નથી કરતો; પણ મહાત્રતા વગેરે પાળવામાં સમાજમાં અકળ્યભાવનો પ્રચાર કરીને ઉપર બતાવેલ બધા ભેદોની દીવાલો તોડવામાં સમાજ, રાષ્ટ્ર અને વ્યક્તિને માટે ઉપયોગી અને યુગદર્શન કરાવનાર સાચું સાહિત્ય સર્જવામાં ઉત્તમ અને કાંતિપ્રેરક સ્વાધ્યાય ગોઠવવામાં અને ધર્મદષ્ટિએ સમાજનું ઘડતર કરવામાં કરે છે. તે ભોગવિલાસ અને કામવાસનાને માર્ગે પોતાના વીર્યને વેડફતા નથી. વિદ્વાનુબંધ માટે આ બધું જરૂરી છે, જે વીર્યાચારની આવી સાધનાથી થાય છે. અપૂર્વ સાધના પૂર્વાનુબંધનાં એજ્યાં, ચરણે-કરણે બધાં; સત્યધર્માનુસંધાને, પલટે ધર્મકાંતિએ. ૬ જાગૃત સંત પ્રેરે છે, અપૂર્વકરણે સદા; વ્યક્તિ, સમષ્ટિ ને તંત્ર, શુદ્ધાનુબંધ જવા. શા ભાવાર્થ : ક્રાંતદશ અનુબંધયોગી સંત સદાય જાગૃત અને અપ્રમત્ત રહે છે. તે પૂર્વાનુબંધે યોજેલાં બધાં ચરણકર (આચરણ અને સાધને)ને ધમક્રાંતિ દ્વારા સત્ય-ધર્મના સંદર્ભે પલટી નાંખે છે, અપ્રમત્ત (બહેશ) સંત સદા વ્યક્તિ, સમષ્ટિ (સમાજ) અને તંત્ર એટલે લોકતંત્રીય પદ્ધતિએ સ્વરાજયસાધક રાષ્ટ્રીય મહાસભા –– એ ત્રણેયને શુદ્ધ અનુબંધ જોડવા સતત પુરુષાર્થ કરે છે અને છેવટે જાગ્રત સંત તેને સદા અપૂવ કરણ પ્રતિ પ્રેરણા કરે છે.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73