________________
૧૫
સત્ય મળે, તે સત્યને ઝીલવા તૈયાર હોય છે. તેના મનમાં કે જાતમાં ધર્મસંપ્રદાય કે પક્ષના પૂર્વગ્રહે, કદાહ, નામનાગ્રહ વગેરે હતા નથી. સત્યની આગળ આ બધાને તે ત્યજી દે છે. “મારું તે જ સાચું છે,” એને બદલે “સાચું તે મારું છે તે એમ જ સદા વિચારતા હેય છે. તે ઉપરાંત ભેદભાવ, પક્ષપાત કે મારાપણાનું મમત્વ ક્યારેય તેનામાં હોતાં નથી. બલકે બધાયની આત્મીયતાને લીધે સમદશીપણું, સહેજે હોય છે. શત્ર-મિત્ર, લાભ-અલાભ, સુખદુઃખ, સંયોગ-વિયોગ, ભવન-વન, જીવન-મરણ બધી પરિસ્થિતિએમાં તને સમભાવ રહે છે. તે સાથે તેનામાં દેવમૂઢતા, ગુરુમૂઢતા, શાસ્ત્રમૂઢતા અને લોકમૂઢતા વગેરે પાંચે મૂઢતાઓને ત્યાગ કરીને સાધનામાં એટલે બધે દઢ હોય છે કે તે વિષય પરિસ્થિતિ વખતે પણ કિંકર્તવ્યમૂઢ ત થતા જ નથી. સાચી સૂઝ, સાચે વિવેક, સાચી ધગશ અને વાત્સલ્યમ હૃદયને લીધે તે ગમે તેવા વિકટ પ્રસંગમાં સારો રસ્તો કાઢી લે છે. તેની દષ્ટ્રિમાં ભૌતિક વસ્તુ કે માન-સન્માન પ્રત્યે કે દેહસંબંધી મોહ કે આસકિત હોતી નથી. તેનું લક્ષ્ય આત્માનું જ હોય છે તેથી તે એવા બધા પ્રશ્નોને પોતાના અને વિશ્વના આત્મહિતની દષ્ટિએ જ નિર્ણય લે છે; એટલે જ આત્માથી કહેવાય છે. દેહનું ભાન ભૂલી જઈને આત્મભાનને જ સતત ટકાવી રાખવા માટે તે આત્મામાં સ્થિર રહેવા પ્રયત્ન કરે છે. વાત્સલ્યનું ઝરણું તો તેના અંતરમાં સદાય વહ્યા કરે છે.
જ્ઞાનાચાર સાધના વિનયી યુગદ્રષ્ટા જે, સૌ ધર્મસાર તારવી;
અહિંસા -- સ્થાવાઢેથી, વિકસાવે સુશાસ્ત્રને. ૧
ભાવાર્થ : એવા ક્રાંતદશી સંત વિશ્વાનુબંધ માટે પોતે વિનયથી સભર હોય છે; કારણ કે વિનય વગર જ્ઞાન થતું નથી; જ્ઞાનસાધના પણ હોતી નથી. તે સાથે જ તે યુગદ્રષ્ટા એટલે કે