Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ ૧૪ ભૂતિની સાથે વણાઈ જાય છે. જગતના આત્માઓમાં કષાયોથી ઉદ્દભવેલાં દુઃખોને જોઈને એ પિતાના જીવનમાંના કષાયોને શાંત કરી લે. શાન્તિભાવનાં મૂળ કારણે વૈચર, ગાંભીય, વિનમ્રતા, લેભવૃત્તિથી વિતૃષ્ણા, નિઃસ્પૃહતા, નિરાભિમાનતા, ક્રોધ, દ્વેષ, ધૃણુ વગેરેની ઉપશાંતતા તેનામાં સ્વાભાવિક રીતે હશે. એવી જ રીતે સમાજનાં દુઃખ જોઈને તે દુઃખીને નિઃસ્પૃહ ભાવે નિવારવામાં, તેનામાં દિવસે દિવસે અધિકાધિક વેગ હશે. જગતના ભૌતિક પદાર્થો પ્રત્યે તેના જીવનમાં નિર્મોહતા, વિરતિ, સ્વભાવતઃ હેય છે. તેનામાં જીવનનાં સાચાં તો ઉપર આસ્થા પણ અડગ હોય છે અને અનુકંપા તે તેના જીવનનું મૂળ અંગ હોય છે. આ પાંચેય, અને ખાસ કરીને અનુકંપા, વિશ્વવત્સલતાની સહચરી છે. એવા સંતશિરોમણિ જગતવત્સલ પુરુષને નમસ્કાર છે. નમું શ્રદ્ધાળુ સત્યાર્થી સમદશી અમૂહને, આત્માથી સ્થિર આત્મામાં, વત્સલ કાંત સંતને. રા. ભાવાર્થ : એવા વાત્સલ્યમૂર્તિ અને ક્રાંતિદ્રષ્ટા સંતને ફરી તેના ગુણે બતાવીને નમન કરેલ છે. જે કાંતદ્રષ્ટા સંત માત્ર વર્તમાનને જ જોતા નથી તે ભૂત અને ભવિષ્યને પણ તેની સાથે વિચાર કરે છે; તેમ જ તે સમાજમાં અહિંસક ક્રાંતિ લાવવા માટે જૂનાં ખોટાં મૂલ્યોને પલટાવીને નવાં સાચાં મૂલ્યો સ્થાપે છે. તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પાત્ર અને પરિસ્થિતિને બધાં પાસાંઓથી વિચાર કરીને સમાજ અને રાષ્ટ્રને તેના ચ ધર્માચરણને રસ્ત દેરે છે; તેમ જ જયારે તે જુએ છે કે આ બદી સમાજને અધઃપતનને રસતે લઈ જાય છે, ત્યારે ભલેને ઘણું લેકે કે રાજ્ય તે બદીની તરફેણમાં હોય તો તેને તે દૂર કરવા પાછી પાની કરતા નથી. તેના જીવનમાં પ્રાણીમાત્રનાં, ખાસ કરીને માનવજાતિના સુધાર કે પરિવર્તનમાં ભારોભાર શ્રદ્ધા હોય છે. તેને ગમે ત્યાંથી

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73