Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ ૧૦ દ્વારા અન્યાય અત્યાચાર થતા જુએ છે, ત્યારે માની જેમ પોતે બધાને સંગઠિત કરીને તેમને પરસ્પર શુદ્ધ અનુબંધથી યુક્ત કરે છે. એને માટે તેઓ ખોટાં મૂલ્યોને કે જેથી જનતા, જનસેવકો અને સ્વરાજ્ય સંસ્થાનું અહિત થાય છે, તે બદલીને તેમને ઠેકાણે સારાં શુભ મૂલ્યોને સ્થાપે છે; જનસેવકોના સંઘની નીતિથી જનતાનાં નૈતિક મંડળોને પ્રેરે છે, પુષ્ટ કરે છે. અને તે બંને બળા પૂરક-પ્રેરક બળોની સાથે સ્વરાજ્યની શકિતની વાહક રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ ને જોડે છે, અનુબદ્ધ કરે છે. આમ ચારેય (સંતબળ, જનસેવક બળ, જનબળ અને સ્વરાજ્ય બળ, એમ ) બળાને પરસ્પર અનુબંધ થવાથી એકબીજા ઉપર સુખપૂર્વક સંચમ (નિયંત્રણ) આવી જાય છે. સંતા પિતાનો ધર્મ સમજીને અને ધર્મના સક્રિય આચરણની આને અચૂક કાર્યપદ્ધતિ જાણીને બધાને પરસ્પર વાત્સલ્યભાવે અનુબંધ જોડી દે છે. આવાં બધાંની સંયમસાધના સુખેથી થઈ જાય છે. દા. ત. સ્વરાજ્યસંસ્થા ઉપર, લેના નૈતિક સંગઠનને અંકુશ (સંયમ) રહે, અને લોકસંગઠન ઉપર લેકસેવક સંગઠનને અંકુશ રહે, લોકસેવકસંગઠન ઉપર સંતોને અને સંતા ઉપર સમગ્ર મહાસમાજને અંકુશ રહે તો આ સંયમ ( નિયંત્રણ) કુટુંબમાં હોય છે તેમ પ્રેમપૂર્વક હાઈ કોઈને ભારરૂપ. લાગતો નથી, અને સહેજે બધાની સંચમસાધના થઈ જાય છે. આવી સંચમસાધના બધાની નહિ હોય, તે અનુબંધ તૂટી જાય અને બધાં વેરણછેરણ થઈને એકબીજા ઉપર ચઢી બેસે! કઈ કોઈનું માને નહિ. માટે અનુબંધયોગ માટે સંયમસાધના જરૂરી છે. શુદ્ધિ સાધના પ્રતિકારી કુકાને, પિષી નૈતિક તત્ત્વને; વ્યક્તિ સમાજ સત્તાને નાથે અનિષ્ટ શુદ્ધિથી. ભાવાથS : અનુબંધ વગર શુદ્ધિની સાધના થઈ શકતી નથી. કારણ કે એક વ્યક્તિની કે માત્ર એક સંસ્થાની સમાજ કે

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73