Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 40
________________ રાજ્યમાં પેસેલાં અનિષ્ટો અને કુકાર્યો ઉપર અસર થતી નથી. તેમ જ શુદ્ધિ વગર સંગઠને તેજસ્વી નહિ થઈ શકે, એકબીજા ઉપર સંયમ નહિ રાખી શકે, તેમ જ છનનને સાચા અર્થમાં વિધસ નહિ કરી શકે, સમાજમાં વધતી જતી કે પેસતી અશુદ્ધિને અટકાવવા માટે પણ શુદ્ધિની નિરંતર સાધનાની જરૂર છે. શુદ્ધિ વગર અનુબંધ પણ ઝાઝી વાર ટકી શકે નહિ; તે એ અનુબંધ જ બગડી જાય છે. એટલા માટે જ વ્યક્તિ સમાજ અને રાજ્યસંગઠનમાં પ્રવિષ્ટ અનિષ્ટની શુદ્ધિ કરી-કરાવીને જ સંતે એમને નાખે છે. તેને માટે તેઓ એક બાજુથી અનિષ્ટ કાર્યોને સામુદાયિક અહિંસાત્મક શક્તિથી પ્રતિકાર કરે છે અને બીજી બાજુથી એ બધાંમાં નૈતિક તવોને દાખલ કરાવીને પુષ્ટ બનાવે છે. જેમાં વિદ્યા પહેલાં રાગીના રોગને સાફ કરે છે, ત્યાર પછી જ તેને પૌષ્ટિક દવા કે પદાર્થ (રસાયણ વગેરે ) આપીને પુષ્ટ કરે છે; તેમ સંત પણું સમગ્ર સમાજના દયાળુ ભવભ્રમણ વગેરે દુઃખનાશક વૈદ્ય હોઈ પહેલાં અનિષ્ટરૂપી રોગોને પ્રતિકાર દ્વારા મટાડે છે. મોક્ષસાધના નિશ્ચયે સ્થિર આત્મામાં, સૌ જીવે વ્યવહારમાં આમા ને વિશ્વનું શ્રેય, સાધી મોક્ષ સમાચરે. ૮ ભાવાર્થ: અનુબંધોગનું લક્ષ્યબિંદુ તો મેક્ષસાધના જ છે.. મેક્ષ એ ધર્મસાધનાનું ફળ છે, એમ પણ કહી શકાય. કારણ કે મેક્ષની સાધનામાં સભ્ય દર્શન (સાચી શ્રદ્ધા ભકિત); સમ્યફ઼જ્ઞાન (સાચું જ્ઞાન) અને સમ્યફ ચારિત્ર (સાચું કર્મ) એમ ત્રણેયની જરૂર છે; અને એ ત્રણેય મળીને મેક્ષમાગ હોવા છતાં ધર્મનાં અંગે છે. માટે જ સંતા અનુબંધ દ્વારા સમગ્ર વિશ્વ (વ્યક્તિ, સમાજ, સંસ્થા અને સમષ્ટિ ને ધર્મ અચરાવીને મોક્ષ તરફ જ લઈ જવાને પુરુષાર્થ કરે છે. અહીં કોઈ એમ કહે કે સંતોએ તે

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73