________________
ભાવાથી; અનુબંધોગમાં માનવસમાજના જીવનનું કોઈ પણ ક્ષેત્ર ત્યજાતું કે ઉપેક્ષિત કરાતું નથી. સૂર્ય જેમ બધે ઠેકાણે, ભલે તે રાજાને મહેલ હોય કે ગરીબની ઝૂંપડી હોય, સજજનનું ઘર હોય કે દુર્જનનું ઘર હોય, પણ પિતાને પ્રકાશ પાથરે છે તેમ જ ક્રાંતદશી તેજસ્વી સંતરૂપી સૂર્ય પણ વાત્સલ્યથી પ્રેરાઈને દરેક ક્ષેત્રે શુદ્ધ ધર્મને પ્રકાશ પાથરે છે. સૂર્ય ગંદકીવાળા સ્થાનને જેમ પિતાનાં પ્રખર કિરણે ફેંકીને શુદ્ધ કરી દે છે, તે જ રીતે સંતસૂર્ય પણ જે ક્ષેત્રમાં ગંદકી હોય તેને તપથી શુદ્ધ કરીને ન્યાય, નીતિ અને શુદ્ધ ધમથી તેને સભર કરે છે. એટલા માટે જ રાજનીતિના ક્ષેત્રમાં પણ તેઓ સ્વરાજ્ય સાધક રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસની સાથે સંગઠિત જનતા અને સંઘબધુ જનસેવકોને અનુબંધ જોડે છે. કોંગ્રેસની સ્વરાજ્યસાધન ત્યારે જ સાચી નિકાવાળી, તેજવી ગણાય, જયારે તે કલક્ષી લોક્તને અનુસરીને ચાલે.
આજે લોકલક્ષી લોકતંત્રમાં અનેક વિદને નડતાં હોય છે. તે વિદનોને દૂર કરવા માટે ક્રાંતિદષ્ટિવાળા સંતે એક બાજુ કોંગ્રેસની
સ્વરાજ્યસાધનાનું પતે સમર્થન કરે છે, કારણ કે સ્વરાજ્યસાધનામાં પણ રાજનૈતિક ક્ષેત્રની ભૂમિકાને સત્યપ્રેમન્યાયની ત્રિપુટી અનિવાર્ય હોય છે. વળી તે સંતો લેકતંત્રની પુષ્ટિ અને વિકાસને માટે પૂરક બળ ( જનસંગઠન) અને પ્રેરક બળની સાથે અનુબંધ જેડે છે અને વર્તમાન લોકતંત્રને સાચા અર્થમાં લોકલક્ષી (એટલે કે ૮૦ ટકા ભારત ગામડાંમાં વસેલું હોઈ ગ્રામલક્ષી) બનાવવા માટે ગ્રામના સંગઠિત પૂરક બળથી ભરે છે, જેથી લેતીચ સરકારમાં બહુમતી ગામડાંની થાય. આ ભગીરથ કામમાં આવતાં વિદને અને કોંગ્રેસ એક રાજ્ય સંસ્થા છે, એટલે રજોગુણ હેઈ ડગલે ને પગલે
જ્યાં નિરંકુશ થઈને સત્તાને માટે સિદ્ધાંતાની બાંધછોડ કરતી હોય અથવા અન્યાય કરતી હોય, નિતિક પતનને રતિ દોરાતી હોય, અગર તે તેમાં કોઈપણ જાતની અશુદ્ધિ પતી દેખાતી હોય તે