________________
૧૮
પિતાના મનથી કોગ્રેસને પુષ્ટિ આપશે અને કોગ્રેસમાં દાખલ થયેલ નવાં જૂનાં પરિબળ ગ્રામલક્ષી રહી સત્તાધારા નહીં પણ જનતા દ્વારા કોંગ્રેસની સમાજવાદ, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા વગેરે પાયાની નીતિઓ અને તેના કાર્યક્રમોને અમલ કરવામાં પૂરકરૂપે કામ કરશે.
અને બીજી બાજુ ગામડાનું ઉત્પાદક શ્રમજીવીઓનાં, અને પછાત સમાજનાં હિતા, દારૂબંધી, નઈતાલીમ, ભાષા, ઉત્પાદક અને વાપરનારને પરવડતી ભાવનીતિ, ગોરક્ષા, ગોસંવર્ધન, ખાદી ગ્રામઉદ્યોગને રક્ષણ વગેરે કાર્યક્રમમાં જનતાનાં હિતોની રખેવાળી કરશે. એટલે કે ગાંધીજીની દષ્ટિએ ટ્રસ્ટીશિપને ભાગ ભજવશે. ગામડાનાં એકમને સર્વોદય દ્રષ્ટિથી ખીલવવાના કામમાં તે કોંગ્રેસની પક્ષીય શિસ્તથી પર અને છતાં નૈનિક ગ્રામ સંગઠનથી શિસ્તબદ્ધ દિશામાં વાળવામાં સંગઠિત ગ્રામશકિત દ્વારા સહાયભૂત થશે આવી શક્તિને સંકલિત સંગઠિત કરવાના હેતુથી જે નૈતિક રાજકીય બળ ઉભું થાય તેને ગ્રામોગ્રેસ નામ આપી કોંગ્રેસ સાથેનું ગામડાનું અનુસંધાન અને તત્વ સાતત્યને પુષ્ટ કરવાના લક્ષને પણ વણી લેવામાં આવે એ ઈષ્ટ છે જેથી રાજ્યક્ષેત્રની અંદર કામ કરતી તેની અપૂર્ણતા અને અશુદ્ધિ દૂર કરી શકાય. ગ્રામ કોંગ્રેસ આ ફરજનું પાલન કરે અને તે પાલન કરી શકે તેવી ક્ષમતા ધરાવે તે જોવાની નૈતિક ફરજ મારા માર્ગદર્શન નીચે ચાલતી પ્રયોગ સંસ્થાની છે. આ દષ્ટિએ નૈતિક ગ્રામસંગઠનના અને ગ્રામોગ્રેસના ઉમેદવારને જિતાડવા જરૂરી છે તેમાં નાની મોટી ખામી હોય તે આ ગ્રામલક્ષી સંસ્થાની શિસ્તથી જરૂર દૂર થશે. બીજા બધા પણ આ પ્રતિનિધિઓની ખામી દૂર કરવા માટે ખાસ કરીને મુખ્ય એવા ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘનું ધ્યાન ખેંચતા રહેજે. જનતા માત્ર ટીકા ખાતર કે રાજકીય પક્ષનાં શામ,