Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ ૨૮ વિશાળ બની બીજા વતુ લેને પિતામાં સમાવતાં જાય છે અને વ્યાપક થતાં જાય છે, તેમ વ્યક્તિ, સંસ્થા, સમાજ અને સંતાનમાં વત્સલવ્યવહારમાંથી ઊભાં થતાં મંડલાકાર પ્રયોગનાં વલેને વ્યવહાર દ્વારા મમૌ અને માર્ગ દર્શાવ્યો છે તેવા સદ્દગુરુને નમસ્કાર કરું છું. (શાલીની છંદ) જ્ઞાની શ્રદ્ધા જ્ઞાનમૂલ યથાર્થી ગ્રેવં તથ્ય દર્શન ધર્મ મૂલમ ! ચારિત્ર સંજાયતે સંઘલયે, ધર્માઘા ચાઇનુબંધસ્તપઃ સ્થાત્ જ્ઞાની, સત્પુરુષ અને સશાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા બ્રહ્મજિજ્ઞાસા જગાડી મૌલિક જ્ઞાન પ્રત્યે દોરી જાય છે. જ્ઞાનમૂળ જ્ઞાની શ્રદ્ધા, સુદર્શન ધર્મમૂળ; સંઘમૂળ ચાત્રિનું, સદનુબંધ તપમૂળ. જ્ઞાનનું મૂળ જ્ઞાની પ્રત્યેની શ્રદ્ધા છે. અહીં જ્ઞાનને અર્થ માહિતી સંચય કરતા બૌદ્ધિક અર્થમાં નથી, પણ આત્માની આંતરસૂઝ કે કોઠાવિદ્યા રૂપી આત્મજ્ઞાનનું મૂળ છે, તે આત્મજ્ઞાન પામેલા પુરુષ પ્રત્યેની શ્રદ્ધામાં છે. જિજ્ઞાસુની અચળ શ્રદ્ધા જોઈને સપુરુષ તેને જીવનને સ્પર્શતાં ક્ષેત્રોમાં સત્યના પ્રયોગો કરાવીને તે પ્રત્યક્ષ જ્ઞાન આપે છે. એવું જ્ઞાન વાસ્તવિક, વ્યવહારુ અને જીવનની પ્રત્યેક સમસ્યાને સમ્યક રીતે જોવાની કોઠાસૂઝવાળું હોય છે. આવું સમ્યક જ્ઞાન આત્મજ્ઞાની પ્રત્યેની શ્રદ્ધામાંથી પાંગરે છે. ધર્મનું મૂળ પણ સમજપૂર્વકની પ્રતીતિયુક્ત શમ, સંવેગ, નિર્વેદ અને આસ્થા સાથે પ્રાણીમાત્રને પિતાતુલ્ય માનનારી અનુકંપ. દષ્ટિમાં રહેલું છે. એથી જ જ્ઞાનીએ પઠમું નાણું તને દયા

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73