________________
૧૭
અમેરિકાના લોકશાહીઓમાંના મૂડીવાદને તમે જ રશિયા ચીનની સરમુખત્યારશાહી અને દુનિયાભરની રાજાશાહી કે વ્યક્તિગત સરમુખત્યારીને દૂર કરી લોકલક્ષી લોકશાહીને પ્રતિષ્ઠિત કરી શકશે.
આ દેશની પ્રજા કોંગ્રેસ સિવાય રાજકીય ક્ષેત્રે બધા પક્ષની અલગ અને મિશ્ર એવી સરકારના પ્રયોગો કરીને થાકી હોવાથી હવે વિરોધ પક્ષને સત્તા સ્થાને નહીં બેસાડે પણ કોંગ્રેસે જાગતિક કોંગ્રેસ બનવું પડશે. તેને જાગતી રાખવા ગ્રામસ રૂપી પાંખ ઊભી કરવી પડશે. સભામે એક તરફથી ગામડાંને નિર્ભર અને નૈતિક મૂલ્યો દ્વારા સંગઠિત કરવા અને બીજી તરફથી રાજકારણની શુદ્ધિ માટે કોંગ્રેસને શુદ્ધ સંગીન બનાવવા માટે ભાલનળકાંઠા પ્રયોગની સંસ્થાઓ પળે પળે સાવધાન રહી ધમદષ્ટિએ સમાજ રચનાના મારા પ્રયોગના વાહન તરીકે યથાર્થ ફાળો આપી રહી છે. પરંતુ કોંગ્રેસ ધીરે ધીરે સત્તા મારફત જ પરિવર્તન કરવા તરફ ઝોક લેતી થઈ અને જનતાનો નૈતિક સંગઠન મારફત સામાજિક પરિવર્તન કરવાના કાર્યક્રમને વિરોધ કરતી બની ગઈ અને ભાલનળકાંઠા પ્રયોગ પણ એને ભેગ બન્યા. કોગ્રેસના વિભાજન પછી લોકસભાની ચૂંટણીમાં જનમતથી અને સર્વોચ્ચ અદાલતના ચૂકાદાથી શાસકકોંગ્રેસ, કોંગ્રેસ તરીકે સ્વીકારાઈ અને પ્રાયોગિક રાંઘે પણ તેને સમર્થન આવવાનું સ્વીકાર્યુંપણ સહકારી અને પંચાયતી સંસ્થાઓની ચૂંટણીમાં તેણે પણ અવિભક્ત કોગ્રેસની જેમ જ ભાગ ભજવાનું ચાલુ રાખેલ છે તેથી ભાલનળકાંઠા પ્રયોગના મૂર્ત સ્વરૂપને પ્રગટ કરવા ગ્રામગ્રેસને સક્રિય થવાની અનિવાર્યતા ઊભી થઈ છે અને પ્રતીકરૂપે ગ્રામકોગ્રેસના ઉમેદવારોને ઊભા રાખવામાં આવે તે જરૂરી છે.
મારી દષ્ટિએ ગ્રામ કોંગ્રેસ રાજકારણને બે રીત ઘડશે. એક તા કેસ સરકારને રાજય અને રાષ્ટ્રમાં સ્થિર કરવા