Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ ૧૫ થાય અને એ જ નૈતિક ધોરણે તે પશુપાલકો અને ગ્રામઉદ્યોગ કરતા મજરને, શ્રમજીવીને પણ સહકારમાં જેડી તેને પણ લાભ લેતા કરે. (૬) સહકારી ધોરણે આવશ્યક વસ્તુનો વ્યાપાર અને કાચા માલનું પાકામાં રૂપાંતર કરનારા ઉદ્યોગો રચાય. (૭) સહકારી બેંકમાં, રાજ્યનાં અંગોમાં, અને દુનિયાના તમામ ક્ષેત્રમાં તેને ગૌરવભર્યું પ્રતિનિધિત્વ મળે. (૮) દેવામાંથી મુક્ત કરાય. (૯) વ્યસને અને ખોટા ફેલ ફતુરમાં ન ફસાઈ જાય. (૧૦) આવા સંગઠનને આદર્શ જગકલ્યાણ હોવાથી લકલક્ષી લોકશાહી અને ગરીબી નિવારણને ટ્રસ્ટી બનીને પહેલ તે કરશે. શિક્ષણને સંસ્કાર, એટલે અમાનુબંધવાળી કેળવણી, સસ્તી સ્વાસ્થય પદ્ધતિ, સહીસલામતી અને ન્યાય મેળવવા, સાધનમાં સ્વાવલંબન કેળવવા સાથોસાથે વિદિત રાજ્યવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાના લાભાથે આયોજન કરશે, ટાંચાં સાધન, ટાંચી સંપત્તિને કારણે રાજ્ય સરકાર કે ધનિકની મદદ મેળવવા છતાં તેના શેહમાં નહીં તણાવાની સાવધાનીનું જાગૃતિપૂર્વક જતન કરશે અને મૂડીને અપાતી પ્રતિષ્ઠાને મહત્વ, સત્તાકાંક્ષી પરિબળા, સંકુચિત કોમવાદી જ્ઞાતિવાદી વલણો સામે ઝઝૂમી તે ટ્રસ્ટી બની જગતાતનું બિરુદ સાર્થક કરશે. આવા ભગીરથકાર્યને પાર પાડવા તે પ્રાયોગિક સંધની સતત દોરવણ અને સંતોનું માર્ગદર્શન જાળવી રાખે તો જ સમસ્યાના અહિંસક ઉકેલ સરસ બને. જેમાં ગ્રામચેસ લેાકલક્ષી લોકશાહીનો પ્રયોગ કરશે અહિંસાના વિકાસમાં દેશ અને દુનિયાના હિત માટે કના થવાનું ઉદાત્ત ધ્યેય સામે હોય તો જ સ્વરાજય વખતે જાણ્યું હતું તેવું તપ ત્યાગનું વાતાવરણ જામે. આ માટે લોકશાહી પદ્ધતિ અહિંસાની વધારેમાં વધારે નજીક છે. માટે આપણે લોકશાહીમાં માનનારી કોંગ્રેસ અને લોકતંત્રને પ્રથમથી જ પુષ્ટિ આપી પૂરક

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73