Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ જેમાં નેતિક ગ્રામસંગઠનને લેકનીતિનું ઘડતર કરશે ધર્મદષ્ટિએ સમાજરચના કે ગાંધીજીની કલપનાની અહિંસક રચના માટે નૈતિક ગ્રામસંગઠન અનિવાર્ય છે. આવાં સંગઠનોમાં જ્યાં જ્યાં રાજકારણીચ કે અર્થકારણીય લક્ષ્ય રખાયાં ત્યાં ત્યાં સંઘર્ષમાં તે ટાંચાં પુરવાર થયાં છે. એટલે જો ધર્મભાવના અને સક્રિય અધ્યાત્મના બળ ઉપર મજબૂત નૈતિક પાયો હોય તેવાં ગ્રામસંગઠન રચાય તો પંચાયત ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર, તેના પ્રતિનિધિઓ મોખરે રાખી શકશે અને પક્ષીય રાજકારણને પણ ત ક્ષેત્રથી મુક્ત રાખી શકશે. ભાલનળકાંડા ખેડૂત મંડળે મારા માગ. દર્શન અને પ્રાયોગિક સંઘની દોરવણી નીચે ખેડૂત અને ગામડાને લગતા પાયાના બધા પ્રશ્નોની નૈતિક દષ્ટિએ છણાવટ કરી છે. તિક ગ્રામસંગઠનને પાયે ભય કે લાલચ પર નહીં પણ ધર્મ ને નીતિ પર છે એથી જે ગામમાં સૌથી પાછળ છે ગરીબ છે તેને પણ આગળ લાવીને તેના વ્યક્તિત્વને વિકસાવવા માગે છે તેવી સમજણુથી મોટા ગણાતા ખેડૂતો પોતાની બધી શક્તિ સંપત્તિને સમાજના હિતમાં ઉપયોગ કરતા થાય તે લાંબાગાળાના હિતની દષ્ટિએ હિતકર છે. એના સંગઠનોએ ઠરાવ કર્યા છે કે – (૧) કુટુંબની આજીવિકા માટે ઉત્પાદનના સાધન પૂરતી જમીન માટે ખેડૂતને નચિંત કરો. એટલી માલિકીની મર્યાદા બાંધ્યા પછી વધારાની જમીન હોય છાએ ફાજલ પાડી ગામના ગરીબોને તે આપે ને પિતાની માલિકીની જે જમીન રહે તે નચિંતતાથી કેળવે. (૨) કારખાનાં, રસ્તા, તળાવ કે બંધામાં જતી જમીનનું વળતર જમીનરૂપે જ મળે. (૩) ખાનાર અને ખેડનારને પથાય તેવા અનાજના ભાવે મળે. (૪) પશુપાલકોની સહકારી સોસાયટીઓ રચી ભેલાણના પ્રશ્નનું નિરાકરણ કરાય. (૫) ખેડૂતોને પિતાની સહકારી પદ્ધતિમાં રહેલા લાભને અનુભવ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73