Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ ૧૩ લોકલક્ષી બનાવવા સંઘે મથે છે. આ સંધર્ષમાંથી ધીરે ધીરે ઘણું સેવકે સરી ગયા છે. પણ આંગળીને વેઢે ગણાય તેટલા રહ્યા છે. તમને લીધે જ ભાલ નળકાંઠો પ્રયોગરૂપી લેબોરેટરીનાં બીજ જતનપૂર્વક જળવાઈ રહ્યાં છે. વિશ્વમાનવોને દિલથી સાંધી માનવનું અને જગતનાં સમસ્ત પ્રાણીનું કલ્યાણ સાધવા માટે આજે એકલા સમન્વયથી નહીં ચાલે પણ પારસ્પરિક એકાત્મતા જોશે. એ માટે આ ચાર સત્ય, કે બીજકે સમજીને આચરવાં જરૂરી છે (૧) નીતિના પાયામાં ગ્રામસંગઠન (૨) સંગોપાંગ શુદ્ધિ (૩) અનુબંધ અને (૪) અહિંસક પ્રતિકાર. ગુજરાતથી જે પ્રયોગ આદર્યો અદારા છે તેને આખા વિશ્વ સાથે અનુબંધિત કરવાને સમય પાકી ગયે છે. આજે જે શુદ્ધિના પાયા પર વિશ્વાનુબંધિત એવા જનતા અને જનસેવકોનાં સંગઠને બને તથા મૂલ્યરક્ષા માટે જરૂર ઊભી થતાં ઠેકઠેકાણે સામૂહિક અહિંસક પ્રતિજ્ઞા અચરાય તે જગતને સાચા છતાં દબાઈ ગયેલાં માનવમૂલ્યોને જરૂર બહાર લાવી શકાય અને તે દ્વારા વિશ્વશાંતિ લાવી શકાય. આજે જગતના ખેડૂત અને મજૂરો વિશ્વસંગઠન માટે આતુર છે પણ શુદ્ધિનો નિતિક પાયે મજબૂત ન હોય તે તે નકામાં નીવડે. મજબૂત નતિક સંગઠને પણ પરસ્પર અનુબંધિત જોઈએ. વિશ્વશાંતિ અને લોકશાહી તો જ સફળ થાય જે લોકોની શક્તિ દિનપ્રતિદિન સાચી દિશામાં વધતી જાય. છેલ્લામાં છેલા માણસને તેનાથી જે આગળ છે તે સૌ તરફથી રજી, રોટી, સલામતી અને શાંતિની બાંહેધરી મળી જાય. આ તે જ બની શકે જે નાનામોટા બધા પ્રશ્નોને ઉકેલ પ્રજા, પ્રજાસેવક, અને સંતાનો સુયોગે સત્ય અહિં સાના પ્રયોગો ચાલ્યા કરે અને રાજકીય સંગઠન અને રાજતંત્રના બધાંય અંગે નમ્રભાવે તેને સહાય આપે. પ્રાયોગિક સંઘે આ કાચ અને સદબીજનું જતન કરી તેને જાળવે છે.

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73