Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ૧ O સ્થાને રાખી સાંકળવાં પડશે. આથી સંપ્રદાયોને સંગીન અને શુદ્ધ રાખી વધારે ને વધારે ઉદાત્ત દયેય તરફ ગતિશીલ બને તે રીતે ટકાવવાં પડશે. ગાંધીજી કહેતા હતા, લોકસેવકરૂપે કેંગ્રેસ બની જાય જેથી આથિક સામાજિક અને નતિક ક્રાંતિનું મહાન કાર્ય તે કરી શકે. પણ પરિસ્થિતિવશ ત ન થઈ શક્યું અને કોગ્રેસે લોકશાહી સમાજવાદની વાત લઈ બધાં ક્ષેત્ર સત્તા દ્વારા ચલાવવાને રાહ લીધે એટલે શુદ્ધતા અને સંગીનતા ખોવાઈ અને સડો વધે. એમ થતાં હજુ જે કેંગ્રેસને શુદ્ધ અને સંગીન રાખવા પ્રામાભિમુખ બનાવાય, સાધનશુદ્ધ અને લોકાભિમુખતાને વળગી રહે તે કેંગ્રેસી રાજતંત્ર દેશ અને દુનિયામાં લોકલક્ષી લેકશાહી લાવી શકે ખરું. આ જ દષ્ટિએ ભાલનળકાંઠા પ્રયાગમાં રાજકીય ક્ષેત્રે એક માત્ર કેંગ્રેસનું અનુસંધાન રાખેલ છે. એ જ રીતે ગાંધીજી ઇચ્છતા હતા તેમ લોકસેવકસંઘનું સંગઠન કરી તેમની સાથે સાધુસંતા ને સતીએ સંપર્ક વધારી ધમદષ્ટિએ સમાજરચવામાં તેને પોતાનાં પૂરક હાથપગરૂપે બનાવી તેની પાસેથી આર્થિક સામાજિક શૈક્ષણિક, સાંસ્કૃતિક ક્ષેત્રને ઘડવા તથા નિતિક દોરવણી આપવાનું કામ લેવું પડશે. આ ક્ષેત્રો કોંગ્રેસ કે રાજકીય પક્ષો ન છોડે તો તેની પાસેથી આંચકી લેવાં જોઈએ. કામ ઘણું કઠણ છે એ માટે પ્રાણ, પરિગ્રહ અને પ્રતિષ્ઠા હોમનાર લેએ આગળ આવવું પડશે અને રાજકીય આર્થિક સામાજિક ધાર્મિક એમ લોકક્ષેત્રમાં જે બગાડ પિઠે છે તે દરેક અહિંસક સાધન દ્વારા સાફ કરવો પડશે. ધમપ્રધાન ભારત દેશમાં ધર્મના થાંભલા રૂપે ક્રાંતિપ્રિય સંત સિવાય છેલ્લું માર્ગદર્શન બીજા કોઈ નહીં આપી શકે. તેઓ ગાંધીવિચારને પાયામાં રાખીને લેકશ્રદ્ધાને સજીવન કરશે તે ગામડું, પછાત વર્ગો અને સન્નારીઓ તની વાત ઝીલી લેશે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73