Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ વ્યાપક ધર્મભાવના કે આધ્યાત્મિક્તાનો સંબંધ કરાવવા માટે એના અર્થતંત્રના પાયામાં ગામડું રાખવું પડશે. સામાજિક પાયે પારિવારિક ભારતીય સમાજને પાયો દઢ અને વિશાળ દષ્ટિકોણવાળો હશે. ભારતના ગામડામાં (૧) સર્વધર્મ સમન્વય (૨) સવ જ્ઞાતિઓ સાથેના આત્મીય સંબંધો (૩) કુટુંબ પારિવારિક જીવનની સ્નેહભાવના સભર ગામ પરિવારની ભાવના, ભારતીય ગામડામાં હજી પણ મે ટેભાગે અકબંધ છે. સ્વરાજ્ય પછી આખા દેશે ગ્રામાભિમુખતા રાખવાની અને એકતા એકાગ્રતા જાળવી ગામડાની વ્યાપક પારિવારિક ભાવના અકબંધ રાખવાની વાત જળવી રાખી નહીં તેથી ગામડાને વિશાળ દષ્ટિકોણવાળા બનાવવાનું કામ ખોરંભે પાડયું. જે ગામડાને વ્યાપક પારિવારિક ભાવ અને વિશાળ દષ્ટિ કેણ ઘડવામાં આવશે તો એમાંથી સમાજને અંગને એક પાયારૂપ રાજકારણ પણ આપોઆપ વિશુદ્ધ બની જશે. નતિક પાયા પર ગ્રામ ઘડતર કાયમી નૈતિક્તા તા જ ટકી શકે જે નૈતિકતાનું મૂળ વ્યાપક ધર્મભાવનામાં અથવા સક્રિય આધ્યાત્મિકતામાં હોય. નિસગ શ્રદ્ધા અને વ્યાપક ધર્મભાવનાની વસ્તુ આપણને ભારતીય ગામડામાં વધુમાં વધુ અને સહેજે સાંપડે છે. અલબત્ત આજની ગ્રામ નેતાગીરી દાંડ તાનાં, કે પૂછવાદી અને રાજકીય સત્તાવાદીના જોડાણવાળા અખાડાના હાથમાં છે. તે નેતાગીરી જ્યાં લગી ત્યાગપ્રિય, શ્રમપ્રિય, પ્રમાણિકતાપ્રિય. કુદરતનિષ્ઠ ભોળા ભદિક અને શ્રમજીવીઓના હિતની ખેવનામાં લય રાખનાર ગામડિયાઓના હાથમાં નહી આવે ત્યાં લગી, ગ્રામઅર્થતંત્ર, સામાજિક પાયો અને નૈતિક પાયો પણ સાચી દિશામાં જેટલા પ્રમાણમાં ખીલી નીકળવો જોઈએ તેટલો તે નહીં ખીલી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73