Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ઉઠે. આખરે રાજકીય સફળતાનો સાચો આધાર આર્થિક સામાઅને નૈતિક બળ છે. તે ભારતીય ગામડાં તેમ જ એના કેન્દ્રમાં ટ્રસ્ટીશિપવાળા ખેડૂતનાં દિલ સિવાય બીજે ક્યાં છે ?” જેમાં ક્રાંતિ પ્રિય સતે માર્ગદર્શન માટે આગળ આવશે ધમપ્રધાન આ દેશમાં સમાજપરિવર્તન ધર્મ મારફત થઈ શકશે. ગાંધીજીએ પણ સત્ય અહિંસારૂપ ધમ મારફત સમાજપરિવર્તન અને પરિસ્થિતિ પરિવર્તનની શરૂઆત કરેલી. વિજ્ઞાને સમસ્ત જગતને સાવ નિકટ લાવી મૂકયું છે એટલે હવે એવું જ એક માધ્યમ લેવું પડશે કે જેમાં આખુંયે માનવજગત અને માનવજગતનાં સમગ્ર ક્ષેત્રો આવી જાય. આ કામ ધર્મના માધ્યમ સિવાય થઈ શકે તેમ નથી. આજે બધાય મુખ્ય ધર્મોમાં અનેક ફાંટાઓ પડી ગયા છે અને દરેક મુખ્ય ધર્મમાં પણ સાંપ્રદાયિક સંકુચિતતા વગેરેને થર જામ્યો છે. એમ છતાં વિકૃતિઓ અને અનિટોથી અળગાં કરીને બધા ધર્મોને ક્રમપૂર્વક સમન્વય સાધવો પડશે તે જ પ્રાણીમાત્રને શાંતિ પહોંચશે અને સમસ્ત માનવજાત હાર્દિક એકતાથી સંધાશે. વ્યકિતગત અને સમુદાયગત જીવનમાં ધમ વણાઈ જશે. આમ સર્વધર્મ સમભાવ કે મમભાવ રાખી વટાંતરની પ્રક્રિયાનો સંપૂર્ણ ત્યાગ કરી ક્રાંતિપ્રિય સંતોએ વ્યક્તિગત સાધનાના આધ્યાત્મિક ઝોકને સમાજગત સાધનાના આધ્યાત્મિક ઝોક તરફ વાળવો પડશે. આ માટે ગાંધી શ્રદ્ધાને પાયામાં રાખી લોકશ્રદ્ધા એક બાજ સજીવન કરવી પડશે, ધર્મમાં જામી પડેલી ધનપ્રતિષ્ઠાને તેઓએ તાડવી પડશે, નીતિ ન્યાય અને સાધનશુદ્ધિને જ દરેક સ્થળે પ્રતિષ્ઠા આપવી અપાવવી પડશે. તેમણે પોતાના દષ્ટિબિંદુને વિશ્વવિશાળ બનાવવું પડશે. અને દરેક ક્ષેત્રમાં સર્વલક્ષી પરિબળાને પરસ્પર પિતપોતાને ૧. વિ.વા. ૧૬-૯-૭૨

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73