Book Title: Anubandhashtak
Author(s): Dulerai Matliya
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ સ્વરાજ્ય પછી તે સંસ્થા પણ સત્તા લાલસા તરફ ઢળતી ગઈ છે. એ સંસ્થાને શુદ્ધ-સંગીન અને આંતરરાષ્ટ્રીયક્ષેત્રે કામ કરતી કરવા માટે રાજકીય ક્ષેત્રે એટલે પાર્લામેન્ટરી કાર્યક્રમને તે પાર પાડવાની જવાબદારી સિવાયના આર્થિક સામાજિક સાંસ્કૃતિક તેમ બધાં ક્ષેત્રો કોગ્રેસે છોડવાં પડશે. તે જે સંસ્થાઓ ને છેડે તો નૈતિક જનસંગઠનોએ એની પાસેથી આંચકી લેવાં પડશે. રાજકીયક્ષેત્રે દેશમાં અને દુનિયામાં બિનઆક્રમકતાવાદ, બિનકોમવાદ, આદિપંચશીલમાં મકકમ થવું પડશે અને રાજ્ય દ્વારા સમાજ બદલવાની વાત છોડીને સાધનશુદ્ધિને ભરપૂર આગ્રહ રાખી સમાજ દ્વારા સમાજ બદલવાની વાત કરવી પડશે. પાર્લામેન્ટરી બોર્ડ ૧૯૫૭ના ઑકટોબરમાં સહકારી, સાંસ્કૃતિક ક્ષેત્રે કેસે ન પડવાને ઠરાવ કરેલો. કરેલ ઠરાવ ન સ્વીકારાય તો ભાલનલકાંઠા પ્રયોગ અન્વયના નૈતિક ગ્રામસંગઠનનાં મુખ્ય અંગ ખેડૂતમંડળોએ આમ કેસ રચી અને આજની કોગ્રેસ કામ શરૂ ન કરે ત્યાં સુધી વિશ્વવાત્સલ્ય પ્રાગિક સંઘ એ કામ શરૂ કરી સાધન શુદ્ધિ અને સમાજ દ્વારા સમાજ બદલવાની હવા ઊભી કરશે.' જેમાં પ્રજા દ્વારા કાંતિ, રાજ્ય દ્વારા નહીં નહી” જેનું સૂત્ર મખરે હશે હમણાં જ્યારે ચોમેરથી રાષ્ટ્રીયકરણની બૂમ ઉઠી છે ત્યારે પ્રજદ્વારા ક્રાંતિ રાજય દ્વારા નહીં નહી” એ સૂત્ર વિચારવાગ્ય છે. રાજ્ય દ્વારા જ્યારે રાષ્ટ્રીયકરણ થાય છે ત્યારે રાજય માલિક બને છે અને પ્રજા ગુલામ બને છે અને પ્રજાની દરેક વ્યક્તિને અનુકૂળ ધંધા મળી શકતા નથી અને મળે તો પણ સ્વમાન અને Oાય જળવાતાં નથી. આપણા દેશમાં પરદેશી રાજ્ય હતું. ત્યારે ૧. પ-૩-૧૯૬૯- વિશ્વ વાત્સલ્ય

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 73