Book Title: Anubandhashtak Author(s): Dulerai Matliya Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 4
________________ અનુબંધ વિચારધારાનું રહસ્ય જેમાં ચાર સંગઠને દ્વારા ન્યાય, નીતિ, ધર્મ અધ્યાત્મને પાયે હશે આ સંગઠનને યુગ છે. એટલે સંગઠન વિના નહીં ચાલે. એથી અનુબંધ વિચારધારાનાં જે ચાર સંગઠને કે ત્રણ સંગઠન અને ચોથું સંકલન છે તે બધાં ન્યાય, નીતિ, અને આધ્યાત્મિકતાના જ પાયા પર છે. ન્યાયના પાયા પરનું રાજય સંગઠન, નીતિના પાયા પરનું જનસંગઠન, ધમના પાયા પરનું સેવક સંગઠન અને આધ્યાત્મિકતાના પાયા પરનું સંત સંકલન. આમાં નિઃસ્પૃહી અને મરીમટનારાં કાંતિપ્રિય સાધુ સાધ્વીઓ સર્વોપરી રહેવાનાં. જેમાં પરિસ્થિતિ અને પરિબળાનું પરિવર્તન કરવું પડશે આજનું જગત વિજ્ઞાને ટૂંકું બનાવ્યું છે. એટલે આ ચારે સંસ્થાઓએ કે સંગઠનોએ આખાયે વિશ્વની માનવજાતને નજર સામે રાખી ચાલવું પડશે. જેમ રામાયણ કાળમાં વાલીના ભગવાદી અને રાવણના અશુદ્ધ સાધનવાદી પરિબળોને રામે ગૌરવહીન બનાવવા ઉપરાંત તે પરિબળની નેતાગીરી સમૂળી બદલીને યોગ્ય હાથમાં મૂકી હતી તેમ આજે દેશમાં અને દુનિયામાં જામી પડેલા રામરાજ્ય વિરુદ્ધ પક્ષનાં (ભગવાદી અને અશુદ્ધ સાધનવાદી) રાજ્ય સંગઠન સામે સંઘર્ષમાં આવી એ બધાને લોક શ્રદ્ધાના અહિંસક માર્ગથી હઠાવી ગૌરવહીન બનાવી મૂકવા જશે તેમ જ નેતાગીરી યોગ્ય હાથમાં મૂકવાનું પણ કયાંક ક્યાંક કરવું પડશે. જેમાં ચાર સંગઠનનું અનુસંધાન અને અનુક્રમ રચવે પડશે આ લોકશાહી રાજકરણના જમાનામાં નીચેના ક્રમ અને અનુસંધાન ચાલુ અને પ્રભાવશાળી રહે તે માટે (૧) શુદ્ધ રાજ્ય સંસ્થા (ર) તેની ઉપર જનતાના નૈતિક પાયાવાળી સંસ્થાPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 73