________________
અનેકાંત અમૃત पूर्वालम्बितार्थविनाशकाले ज्ञानस्यासत्त्वं प्रतिपद्य नाशमुपैति, तदा स्वकालेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ९ । यदा त्वालम्बनकाल एव ज्ञानस्य सत्त्वं प्रतिपद्यात्मानं नाशयति, तदा परकालेनासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १० । यदा ज्ञायमानपरभावपरिणमनात् ज्ञाायकभावंपरभावत्वेन प्रतिपद्य नाशमुपैति, तदा स्वभावेन सत्त्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति ११ । यदा तु सर्वे भावा अहमेवेति परभावं ज्ञायकभावत्वेन प्रतिपद्यात्मानं नाशयति, तदा परभावेनासत्त्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न ददाति १२। यदाऽनित्यज्ञानविशेषैः खण्डितनित्यज्ञानसामान्यो नाशमुपैति, तदा ज्ञानसामान्यरुपेण नित्यत्वं द्योतयन्ननेकान्त एव तमुज्जीवयति १३ । यदा तु नित्यज्ञानसामान्योपादानायानित्यज्ञान विशेषत्यागेनात्मानं नाशयति, तदा ज्ञानविशेषरूपेणानित्यत्वं द्योतयन्ननेकान्त एव नाशयितुं न वदादि १४।
(હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છે :-)
સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અર્હત્ સર્વજ્ઞનું એક અખ્ખલિત (નિબંધ) શાસન છે, તે (સ્યાદ્વાદ) “બધું અનેકાંતાત્મક છે' એમ ઉપદેશ છે, કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત-સ્વભાવવાળી છે. (‘સર્વવસ્તુઓ અનેકાંતસ્વરૂપ છે” એમ જે સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ
| કહે છે.)
અહીંઆત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાંતપણું છે. ત્યાં (અનેકાંતનું એવું સ્વરૂપ છે કે), જે (વસ્તુ) તત્ છે તે જ અતત્ છે, જે (વસ્તુ) એક છે તે જ અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે-એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, ત-અતત્પણું, એક-અનેકપણું, સત્-અસત્પણું અને નિત્યઅનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કે-તેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને) અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે, અને બહાર પ્રગટ થતા; અનંત, જોયપણાને પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપવડે (-જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપવડે-) અતત્પણું છે (અર્થાત્ તે રૂપે જ્ઞાન નથી); સહભૂત (-સાથે) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્યઅંશોના સમુદાયરૂપ અવિભાગદ્રવ્ય વડે એકપણું છે, અને અવિભાગ એકદ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ (-ચૈતન્યના અનંત અંશોરૂપ) પર્યાયો વડે અનેકપણું છે; પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવતે