________________
અનેકાંત અમૃત
સ્વભાવવાળા આત્માને જે પ્રત્યક્ષ નથી જાણતો-તો વહ પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય સે વ્યાપ્ત જો અનંત જ્ઞાનવિશેષો ઉનકે વિષયભૂત જો અનંત દ્રવ્યપર્યાયે ઉન્હેં કૈસે જાન સકતા. નહિ જાન સકતા. કિસી ભી પ્રકાર નહિં જાન સકતા. ઇસસે યહ નિશ્ચિત હુઆ કી જો આત્મા કો નહિ જાનતા, વહ સર્વકો નહિ જાનતા-આત્માને જાણતો નથી એ સર્વને જાણી શકતો નથી. વૈસા હી કહા હૈં. હવે એક શ્લોક છે. એની અંદર એણે કોઈ શાસ્ત્રનો આધાર આપ્યો છે.
૧૧૭
એકભાવ સર્વભાવ સ્વભાવવાલા હૈ-સભીભાવ એકભાવસ્વભાવવાલા હૈ અથવા જિસકે દ્વારા એકભાવ વાસ્તવિક રૂપસે જાન લિયા ગયા હૈ ઉસકે દ્વારા સભી ભાવ વાસ્તવિકરૂપસે જાન લીયે ગયે હૈ.
અહીંયા શિષ્ય પ્રશ્ન કરે છે. જે સર્વને જાણે એ આત્માને જાણે. એમ આપે કહ્યું એમાંથી શિષ્યને પ્રશ્ન ઉઠ્યો. એ પહેલા આપણે ઉપરથી લીધું તે. આત્માકી વિશિષ્ટ જાનકારી હોને પર સભી કી જાનકારી હોતી હૈ ઐસા યહાં કહા ગયા હૈ. વહાં પહેલે ૪૯ મી ગાથામાં સર્વકી જાનકારી હોને પર આત્માકી જાનકારી હોતી હૈ ઐસા કહા થા. ૪૯ ગાથામાં. યદી ઐસા હો તો કે સર્વને જાણે તે જ આત્માને જાણે-એવું હોય તો-શિષ્ય પ્રશ્ન કરે છે. યદી ઐસા હૈ તો-છદ્મસ્થ જીવોંકો સભી કી જાનકારી નહિ હૈ-એના ક્ષયોપશમ અનુસાર થોડા પદાર્થને જાણે. બાજુના કમરામાં શું થાય છે એ જાણી ન શકે-તો બહારનું તો ક્યાંથી જાણી શકે?
યદી ઐસા હૈ તો છદ્મસ્થ જીવોં કો તો સભી કી જાનકારી નહીં હૈ. તો ઉન્હેં આત્મા કી જાનકારી કૈસે હોગી. જે સર્વને જાણતો નથી તો તેને આત્માની જાણકારી કેવી રીતે આવી શકે ? આપે કહ્યું કે સર્વને જાણે તે જ આત્માને જાણી શકે તો છદ્મસ્થ છે, અલ્પજ્ઞાન છે તે સર્વને તો જાણતો નથી. સર્વને જાણતો નથી તો આત્માને કેવી રીતે જાણી શકશે ? એટલે કે નહિ જાણી શકે, તમારા કહેવા પ્રમાણે એમ શિષ્ય કહે છે.
આત્મા કી જાનકારી કે અભાવમેં-જો આત્માને જાણતો નથી જીવ. સર્વને જાણતો નથી તો આત્માને જાણતો નથી તો એના અભાવમાં, આત્મભાવના કૈસે હોગી-આત્માને જાણે પછી આત્મભાવના પ્રગટ થાય. આત્માને જાણે અને શ્રદ્ધા કરે એટલે આત્મભાવના એટલે ઉપયોગને અંદરમાં લઈને એકાગ્રપણે એને ભાવવું-ભાવના એટલે નિર્વિકલ્પ ધ્યાન. આત્મભાવના ભાવતા લહે જીવ કેવળજ્ઞાન. એ ભાવના એટલે વિકલ્પ નથી. એ વાત વિકલ્પની નથી, રાગની નથી, ઈન્દ્રિયજ્ઞાનની નથી. ભાવના એટલે એકાગ્રતા. ઉપયોગ આત્મામાં એકાગ્ર થાય.