________________
૧ ૨૨
અનેકાંત અમૃત કાર્ય કહેવું તે વ્યવહાર થઈ ગયો. એટલે એમ કહેવાય કે સ્વચ્છત્વ શક્તિ છે તે ઉપયોગમાં વ્યાપે છે. કહેવાય, ઈ વ્યવહાર છે. પણ સ્વતંત્રપણે ઉપયોગ સ્વચ્છ છે. (શ્રોતા :- પહેલાં નિરપક્ષની સિદ્ધિ કરી અને પછી સાપેક્ષ છે.)
ઉપયોગ અનાદિ અનંત સ્વચ્છ છે. જ્ઞાન ઉપયોગ નિરપેક્ષ સ્વતંત્રપણે અનાદિ અનંત સ્વચ્છ છે, તે તો આત્માનું લક્ષણ છે. તે શેયનું લક્ષણ છે ધ્યેયનું લક્ષણ નથી. ૧૦૫ વર્ષની ઉંમરના આત્માનંદજી ગુજરી ગયા તેમણે આ વાત કરી હતી. એક ભાઈ મારી પાસે આવ્યા તેમણે એમ કહ્યું કે આત્મારામજીએ એમ કહ્યું કે આત્માનું લક્ષણ તો પરમ પારિણામિકભાવ છે એટલે કે ધ્યેયનું લક્ષણ પરમપારિણામિક ભાવ છે અને શેયનું લક્ષણ ઉપયોગ છે. મેં કહ્યું. વાહ ! એટલો ભેદ પડ્યો ઈ બરાબર છે. આત્મા છે ને. તેની અધ્યાત્મની લાઈન હતી.