Book Title: Anekanta Amrut
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 132
________________ ૧૧૮ અનેકાંત અમૃત આત્મા કી જાનકારીકે અભાવમું આત્મભાવના કૈસે હોગી-ઔર ઉસકે અભાવમું કેવળજ્ઞાન કી ઉત્પત્તિ નહિ હોતી હૈ. શિષ્ય પ્રશ્ન કર્યો-એનો ઉત્તર આપે છે હવે. આચાર્ય ઉસકા નિરાકરણ કરતે હૈ-ખુલાસો કરે છે. પરોક્ષ પ્રમાણભૂત શ્રુતજ્ઞાન દ્વારા-પરોક્ષ પ્રમાણભૂત સમ્યજ્ઞાનની વાત છે આ-પરોક્ષ પ્રમાણભૂત શ્રુતજ્ઞાન કે દ્વારા-અતીન્દ્રિયજ્ઞાનકે દ્વારા-ભાવશ્રુતજ્ઞાન-શ્રુતજ્ઞાન દ્વારા સભી પદાર્થ જાને જાતે હૈ-શ્રુતજ્ઞાનથી બધા પદાર્થ જાણવામાં આવે છે. શ્રુતજ્ઞાન દ્વારા સભી પદાર્થ કૈસે જાને જાતે હૈ-કેવળજ્ઞાન દ્વારા તો જાણવામાં આવે પણ શ્રુતજ્ઞાન દ્વારા કેવી રીતે જાણવામાં આવે-એમ પ્રશ્ન થાય. યદી યહ શંકા હો તો કહતે હૈંઆચાર્યભગવાન. સાંભળ ! છHDોકે ભી આત્મજ્ઞાનઅનુમાનજ્ઞાનરૂપસે લોકાલોક આદિ કી જાનકારી પાઈ જાતી હૈ. છબી છે, ચોથું પાંચમું છઠ્ઠ ગુણસ્થાન છે. તો પણ એ પરોક્ષ પ્રમાણભૂત શ્રુતજ્ઞાન દ્વારા અનુમાન દ્વારા-જેને અનુભવ થયો હોય એને અનુમાન હોય. અજ્ઞાનીને અનુમાન ખોટું છે. જેને આત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો શ્રુતજ્ઞાન, એને અનુમાન દ્વારા-વ્યાપ્તિ જ્ઞાનરૂપસે લોકાલોક આદિકી જાનકારી પાઈ જાતી હૈ-તથા કેવળજ્ઞાન સંબંધી વિષયકો ગ્રહણ કરનેવાલા વહવ્યાપ્તિજ્ઞાન-અનુમાનજ્ઞાનપરોક્ષરૂપાસે કથંચિત્ આત્મા હી કહા જાતા હૈ. પરોક્ષરૂપે જાણે છે. લોકાલોકને પરોક્ષરૂપે જાણે છે. લોકાલોકને પરોક્ષ અનુમાનથી (જાણે છે) જેને અનુભવ છે એને અનુમાન સાચું. ભાવશ્રુતજ્ઞાનીની વાત છે. અજ્ઞાનીનું અનુમાન ખોટું-પ્રત્યક્ષ વિના પરોક્ષ ન હોય. પ્રત્યક્ષ કેવળજ્ઞાનમાં છે, આને પરોક્ષ પ્રમાણભૂત શ્રુતજ્ઞાન દ્વારા-પરોક્ષ શું? પ્રત્યક્ષ શું? અનુમાન શું? પ્રત્યભિજ્ઞાન શું? જેને કાંઈ અભ્યાસ ન હોય-એને તો કાંઈ ખ્યાલમાં ન આવે. થોડો અભ્યાસ તો જોઈએ, તો કામ આવે. પરોક્ષરૂપસે કથંચિત્ આત્મા હી કહ્યા ગયા હૈ-પરોક્ષપણે કથંચિત આત્મા હી કહ્યા ગયા હૈ. પરોક્ષરૂપે જાણે છે એ પણ આત્મા જ છે. પ્રત્યક્ષરૂપે જાણે એ પણ આત્મા અને પરોક્ષરૂપે જાણે એ પણ આત્મા જ છે સાધક. (શ્રોતા :- કેમકે એનું અનુમાન સાચું છે અનુભવી છે એટલે સાચું છે.) અથવા સ્વસંવેદનજ્ઞાનસે આત્મા જાના જાતા હૈ. ઓને અનુમાનથી જાણે છે અને આને અનુભવથી પોતે જાણે છે. આત્માને સ્વસંવેદનજ્ઞાનથી. (શ્રોતા :- એટલો તફાવત જાણવામાં) તફાવત એટલો છે. કેમકે ઓલું છે ને અનુમાનજ્ઞાન એ માનસિક જ્ઞાન છે. અનુભવ છે એ આત્મિકજ્ઞાન અથવા સ્વસંવેદનજ્ઞાનથી સ્વસંવેદન-પોતે પોતાને જાણવો એનું નામ સ્વસંવેદનજ્ઞાનપરને જાણવું એ નહિ. આત્મા જાના જાતા હૈ. ઉસરૂપસે ભાવના કી જાતી હૈ-ઔર ઉસ

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137