Book Title: Anekanta Amrut
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 129
________________ ૧ ૧૫ અનેકાંત અમૃત જે જ્ઞાન સામાન્ય છે એમાં તો સ્વપરનો પ્રતિભાસ થાય છે. એ સ્વનું લક્ષ કરે અને પરનું લક્ષ કરે એવું એમાં નથી. પ્રતિભાસ થાય પણ એ સામાન્ય જ્ઞાનનું વિશેષ થાય છે જ્યારે, ત્યારે એ વિશેષમાં પ્રતિભાસ તો બેયનો છે-પણ એ ભૂલ ક્યાં કરે છે કે જે વિશેષમાં પરનો પ્રતિભાસ થયો એમાં અહં કરે છે અને સ્વનો પ્રતિભાસ થાય છે એમાં અહં કરતો નથી એટલે અજ્ઞાની બનીને રખડે છે. - જ્યારે પ્રતિભાસ પરનો થાય છે રાગનો-હવે એ રાગનો પ્રતિભાસ થાય છે, તો એ રાગ મારો છે ને મારામાં થાય છે એ એની ભૂલ છે. કેમ કે રાગ તો થાય છે કર્મની સત્તામાં ઈ શેયમાં થાય છે. જ્ઞાયકમાંય નહિ અને જ્ઞાયકના જ્ઞાનમાંય નહિ. (શ્રોતા :- બહુ સરસજ્ઞાયકમાંય નહિ અને જ્ઞાયકના જ્ઞાનમાં પણ નહિ.) જ્ઞાનમાં રાગ થાય? (શ્રોતા :- કેવી રીતે થાય - તો જ્ઞાન ક્યાં જાય?) અદભૂત વાત છે. (શ્રોતા :- વિશેષ લક્ષ અલક્ષ બેયને પ્રસિદ્ધ કરે છે-એટલે આ ભેદજ્ઞાનની કળા છે.) ભેદજ્ઞાનની કળા-શું કહું? પ્રતિભાસ તો અમૃત છે. એક શબ્દ બસ છે બસ. (શ્રોતા :- અત્યારે અમૃત જ વરસે છે.) પ્રતિભાસ ઉપર જેનું ધ્યાન ખેંચાશે, એમ લાગે છે એના ભવનો અંત આવી જશે-લક્ષ ખેચાવું જોઈએ કે હું પરને જાણું છું કે પરનો પ્રતિભાસ થાય છે બસ, એટલો વિચાર કરોમને આ મોટરનો પ્રતિભાસ થાય છે કે મોટર મારામાં જણાય છે કે હું મોટરને જાણું છું. જણાતી નથી મોટર અને એ જાણતો પણ નથી. પણ મોટરનો પ્રતિભાસ થાય છે, તો મોટર મારી એમ કેમ થયું? કે એનો પ્રતિભાસ દેખીને એનું લક્ષ એના ઉપર જાય છે. સંસારનું કારણ કહ્યું મેં-સંસારની પણ સિદ્ધિ કરવી જોઈએ ને, આ ફેક્ટરી જણાય છે, તો ફેક્ટરીમાં અહંબુદ્ધિ થઈ જાય છે. પણ ફેક્ટરીનો પ્રતિભાસ થાય છે તો ફેક્ટરીમાં અહંબુદ્ધિ નહિ થાય અને અહીંયા અહંબુદ્ધિ થતા વાર લાગે તોય વાંધો નથી. પણ એમાંથી તો અહબુદ્ધિ છોડી દઈશ. એમાં તો છે જ નહિ. એટલે વિચાર એમ આવ્યો કે અમેરિકા એક અર્ચનાબેન છે. અભ્યાસી છે. એણે કહ્યું ચાર કેસેટ આમની સાથે મોકલજો-ચાર કેસેટ મોકલી દ્યો પછી ત્યાં કોપી ગમે તેટલી કરાવી લેશે. આ સમ્યફ એકાંતપૂર્વક અનેકાંતનો પાઠ છે. ધ્યેયપૂર્વક જોય અને એ પરયને કેવી રીતે જાણે છે જ્ઞાન. એ કળા છે. (શ્રોતા :- ધ્યેયપૂર્વક જોય તો કીધું પણ પરણેયને કેવી રીતે જાણે છે જ્ઞાન એ કળા છે) પોતાનું ને પરનું ભવિષ્ય ખ્યાલમાં આવે છે અત્યારે. અસંખ્ય અબજ વર્ષ પછીનું હોં. આહાહા ! કેમકે સ્વર્ગમાં જઈને પછી બહાર નીકળશે ને, ઘણાં જીવો પહેલાં સ્વર્ગમાં જશે

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137