________________
૪ ૬
અનેકાંત અમૃત વડે, જોયાકારો છે બધામાં. શબ્દ તો જોયાકારો જ છે. અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ શેયોના આકાર આવે છે એટલે પ્રતિભાસે છે. આકારોના ત્યાગ વડે તેમનો ત્યાગ કરીને જ્ઞાનને તુચ્છ કરતો થકો પોતાનો નાશ કરે છે. જ્ઞાન ન રહ્યું. પ્રતિબિંબ થાય છે ત્યારે જ્ઞાનને ઉડાડ્યું. ત્યારે સ્વક્ષેત્રે રહીને, જુઓ સ્વક્ષેત્રે રહીને ઈમ્પોર્ટન્ટ છે. પરક્ષેત્રગત શેયોના આકારરૂપે એટલે સ્વક્ષેત્રનું લક્ષ કરીને, પરક્ષેત્રનું લક્ષ કર્યા વિના પરક્ષેત્રનું લક્ષ જ નહીં. શેયનું લક્ષ કર્યા વિના જણાય છે. નાસ્તિરૂપે જણાય છે પરક્ષેત્ર. સ્વદ્રવ્યમાં રહીને, સ્વક્ષેત્રમાં રહીને, સ્વકાળમાં રહીને, સ્વભાવમાં રહીને. ચારેયમાં લઈ લેવું. સ્વક્ષેત્રે રહીને જ પરત્રગત શેયોના આકારોરૂપે, પરિણમવાનો જ્ઞાનનો સ્વભાવ હોવાથી (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરક્ષેત્રથી નાસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી.
ભલે પરક્ષેત્ર જણાય. પણ પરક્ષેત્રની મારામાં નાસ્તિ છે. પરક્ષેત્રના આકારો ભલે આવે પણ પરક્ષેત્ર ન આવે. પરક્ષેત્રના આકારની તો અસ્તિ છે પણ તેમાં પરક્ષેત્રની નાસ્તિ છે. સ્વાભાવિક નૈમિત્તિકની અસ્તિ અને નિમિત્તની નાસ્તિ. ક્ષેત્ર નિમિત્ત છે ને પર. આ તો પર્યાય છે પોતાની એ સ્વક્ષેત્ર નથી? ક્ષેત્ર ત્રણેમાં વ્યાપે છે હો-દ્રવ્ય, ગુણ, પર્યાયમાં આખું. દ્રવ્યપર્યાયનું એક ક્ષેત્ર છે એક પ્રદેશ છે હો. પ્રદેશ ભિન્ન નથી. (શ્રોતા :- ત્યારે તો પરિણામી સિદ્ધ થશે એક ક્ષેત્ર છે તેથી.) જૈન દર્શન બહુ વિશાળ છે. બહુ શાંતિથી સમજવા જેવું છે. “જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તહાં સમજવું તેહ' તેમાં વીતરાગતા છે. એમાં વિચાર કરવો. ખેચતાણમાં તો રાગદ્વેષ થાય. આહાહા ! - જ્યારે આ જ્ઞાનમાત્રભાવ પૂર્વાલંબિત પદાર્થોના વિનાશકાળે (-પૂર્વે જેમનું આલંબન કર્યું હતું) એવા જ્ઞેય પદાર્થોના વિનાશ વખતે, જ્ઞાનનું અસત્પણું માનીને, જો પૂર્વકાળે શેયાશ્રિત જ્ઞાન થયું અને શેયો ચાલ્યા ગયા તો જ્ઞાનનો નાશ માને છે. નિમિત્તરૂપે પૂર્વે જોયો હતા. દા.ત. હિંમતનગર હતું. હવે હિંમતનગર તો ચાલ્યું ગયું, તો જ્ઞાન ચાલ્યું જાય છે? એમ માને છે કે શેય ખસી ગયું તો જ્ઞાન પણ સાથે ગયું. એ ખોટું છે. ખુલાસો કરે છે. કે શેય પદાર્થોના વિનાશ વખતે જ્ઞાનનું અસતપણું માનીને અંગીકાર કરીને નાશ પામે છે.
ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વકાળથી-જો પર્યાય આવી, સ્વકાળથી, જ્ઞાનના કાળે સપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે. સ્વકાળ સત્ છે અને એમાં ને એમાં અતભાવ છે. પર્યાય સ્વકાળ છે. દ્રવ્ય સ્વકાળ નથી. પર્યાયનું નામ કાળ છે, દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે. (શ્રોતા :- દ્રવ્ય ને પર્યાય બે સત્ સિદ્ધ થાય છે.) હા. દ્રવ્ય ને પર્યાય સિદ્ધ થાય તો જ બે રહે, નહિં તો બે રહેતા નથી. અંદર ને અંદરમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચાર સત્ રહેલા છે. અતભાવ છે ને ! અભાવ નથી. દ્રવ્ય દ્રવ્યરૂપે છે, સ્વદ્રવ્યરૂપે અને