________________
અનેકાંત અમૃત
છે. સ્વપપ્રકાશક વ્યવહાર છે નિશ્ચય નથી. અને સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પ્રમાણજ્ઞાન છે. પણ એ આત્મા તરફ વળતું જ્ઞાન છે. (શ્રોતા ઃ- વાહ રે વાહ. છે તો પ્રમાણ પણ આત્મા તરફથી દિશાવાળું છે.) આત્મા તરફથી દિશાવાળું છે. ઓલું સ્વપરને જાણે છે તો ઉપયોગ તો બહાર જતો રહ્યો ને. અને સ્વપરનો પ્રતિભાસ થાય છે. તો શેમાં ? મારા જ્ઞાનમાં, તો જ્ઞાનમાં એ આવી ગયો ને !
હવે સ્વપરનો પ્રતિભાસ થાય છે એવું જે શેયાકાર જ્ઞાન તો થયું-બધાને થાય છે હોંઅહીંયા સુધી બધાનું જ્ઞાન સરખું-હવે એ જ્ઞેયાકાર જ્ઞાનમાં જો જ્ઞાયક જણાય છે તો સમ્યજ્ઞાન અને જો જ્ઞેય જણાય છે તો મિથ્યાજ્ઞાન. (શ્રોતા :- એવા જ્ઞાનના વિશેષોના નામ પામે છે. વિષયભેદે નામ ભેદ છે.) એ કહેશે હમણાં, અહીંયા વિષયભેદ થાય છે. ત્યાં સુધી તો ચાર પ્રકાર સરખા છે. જ્ઞાયક-ઉપયોગ-સ્વપરનો પ્રતિભાસ અને જ્ઞેયાકાર જ્ઞાન. એ ચારેયમાં કાંઈ બંધ મોક્ષ નથી. બંધેય નથી એમાં મોક્ષેય નથી એમાં. એ તો વસ્તુની સ્થિતિ છે. (શ્રોતા :- ચારેયમાં ક્યાંય બંધ મોક્ષ નથી. એ સ્થિતિરૂપ છે) સ્થિતિ છે બસ, વસ્તુની સ્થિતિ બતાવી.
૭૩
હવે વસ્તુની સ્થિતિ બતાવ્યા પછી કોઈ જીવ અંતરમાં જતો રહે છે અને કોઈ જીવ બહિર્મુખ થાય છે-બે પ્રકારના જીવો છે. બે પ્રકારના જીવો તો અનાદિ અનંત રહેવાના જ છે. આ ચાર પ્રકાર તો અનાદિ અનંત છે. (શ્રોતા :- અનાદિ-અનંત વસ્તુ સ્થિતિ છે) વસ્તુ સ્થિતિ છે બસ, કોઈ કહે જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્ઞાયક ન જણાય. કોઈ કહે એકલું પર જણાય. પરનો પ્રતિભાસ થાય. કોઈ કહે એકલા સ્વનો પ્રતિભાસ થાય. નહિ ખોટો છો તું. પ્રતિભાસ બેયનો થાય.
પ્રતિભાસ બેના લક્ષ એકનું – બસ, પ્રતિભાસ બેના લક્ષ એકનું કાં સ્વનું અને કાં પરનું બસ. જ્ઞાન એક અને લક્ષ પણ એકનું હોય. જ્ઞાન એક અને લક્ષ બેનું ? (શ્રોતા :- એમ ક્યાંથી હોય ?) કેમકે સ્વપરપ્રકાશક છે તો આત્માને પણ જાણે અને રાગને પણ જાણે એમ હોય ? (શ્રોતા :- ન હોય. પ્રતિભાસ એકનો ન હોય અને લક્ષ બેનું ન હોય) પ્રતિભાસ બેના લક્ષ એકનું. (શ્રોતા :- કેમકે જ્ઞાન એક છે) અંતર્મુખ થઈને આત્માનો અનુભવ કરે ત્યારે લોકાલોકનો પ્રતિભાસ તો રહી ગયો-પ્રતિભાસ છૂટતો નથી. કેમકે જે જ્ઞાન આત્માને જાણે છે, એ લોકાલોક સ્વ ને પરના પ્રતિભાસમય છે એ.
એ જ્ઞાનની પર્યાય પ્રતિભાસમય છે માટે એ સર્વજ્ઞ છે. આત્મજ્ઞાનમયી સર્વજ્ઞ શક્તિ છે. આત્મજ્ઞાનમયી એટલે જે જ્ઞાન અંતરમાં આવ્યું-એ વાત તો આપણે પહેલા ચોથા બોલમાં લઈ લીધી છે ને કે સ્વપરનો પ્રતિભાસ થઈ ગયો છે થઈ રહ્યો છે, એવું શેયાકાર