________________
૮O
અનેકાંત અમૃત સ્વ ને પર બધું આવી ગયું. પ્રકાશમાન લોકાલોકના આકારોથી, આકાર એટલે સ્વરૂપ, લોકાલોકનું જેવું સ્વરૂપ છે એવો અહીંયાં ઉપયોગમાં પ્રતિભાસ થાય છે. એ જે પ્રતિભાસ થાય છે એ પણ સ્વચ્છતા જ છે. એ મલિનતા નથી. સ્વચ્છ રહેવું એ ઉપયોગનો સ્વભાવ છે. પ્રતિભાસ થાય લોકાલોકનો-મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે.
આ ઉપયોગનું લક્ષણ શું-કે સ્વપરને જાણવું એમ લીધું નથી. ગુરુદેવના પ્રતાપે ઘણાં વર્ષોથી ગુરુદેવના પરિચયમાં આવ્યા એટલે ઘણું ઘણું તો સાંભળ્યું અને સમજ્યા તો ખરૂં પણ એક મહત્વની વાત છે એ આપણે મુખ્ય કરીએ છીએ. ગુરુદેવના વ્યાખ્યાન થઈ ગયા છે આની ઉપર-ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વશક્તિ, દ્રવ્યમાં સ્વચ્છત્વશક્તિ છે.એના જ્ઞાન ગુણમાં સ્વચ્છત્વશક્તિ શક્તિરૂપે છે અને ઉપયોગમાં વ્યક્તિરૂપે સ્વચ્છત્વશક્તિ છે. ઉપયોગ તો પ્રગટ થાય છે સમયે-સમયે એમાં સ્વચ્છતા આવે છે. એ દ્રવ્યગુણમાં જે છે શક્તિમાં એ પ્રવાહ પર્યાયમાં આવ્યો સ્વચ્છત્વ શક્તિ, બધા જીવોને એ લાગુ પડે. ભવી હો કે અભવી-મિથ્યાદૃષ્ટિ હોય કે સમ્યગ્દષ્ટિ એ એનો સ્વભાવ છે.
ઉપયોગનો સ્વભાવ લોકાલોકનો પ્રતિભાસ થાય એવો સ્વભાવ છે એ ઉપયોગનું લક્ષણ છે. લક્ષણ એટલે એનો સ્વભાવ છે ઈ અનાદિ અનંત. જેમ ઉપયોગ અનાદિ અનંત છે એમ ઉપયોગમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એ પણ અનાદિ અનંત છે. એ ગુણ છે દોષ નથી. સ્વપરનો પ્રતિભાસ થાય છે એ ઉપયોગનો ગુણ છે એ ઉપયોગનો દોષ નથી. ઉપયોગ મલિન નથી, એમાં રાગનો પ્રતિભાસ થાય. લોકાલોક એમાં આવી ગયું ને. રાગનો પ્રતિભાસ થાય. સમજી ગયા. મિથ્યાદૃષ્ટિ હોય એને મિથ્યાત્વનો પ્રતિભાસ થાય પણ મિથ્યાત્વ ઉપયોગમાં ન આવે. એ ઉપયોગ તો સ્વચ્છ જ રહે છે. એ ઉપયોગ ને રાગ ભિન્ન ભિન્ન છે. રાગ તો શેયમાં જાય છે અને ઉપયોગ તો આત્મામાં આવે છે. પણ એનો પ્રતિભાસ થાય છે છતાં એ સ્વચ્છ છે એ મલિન થતો નથી. ઉપયોગ કોઈ કાળે મલિન ન થાય. એવો એનો સ્વભાવ છે.
ઉપયોગનો જાણવું અને જાણવા ઉપરાંત સ્વચ્છત્વ એ એનો સ્વભાવ છે. એટલે દર્પણમાં કોલસો, અગ્નિ પ્રતિભાસે તો પણ દર્પણ કાળો ન થાય. દર્પણની પર્યાય (કાળી ન થાય) અને દર્પણની પર્યાય ગરમ પણ ન થાય. એ એનો સ્વભાવ છે સ્વચ્છ. દર્પણની પર્યાયનો સ્વભાવ છે સ્વચ્છ અને સ્વચ્છ સ્વભાવ ક્યાંથી આવ્યો? બહારથી આવે છે? ના. દ્રવ્યમાં રહેલી શક્તિ છે એના ગુણમાં શક્તિ છે દર્પણની અને એ સ્વચ્છત્વ શક્તિ બહાર આવે છે. એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે દર્પણમાં.
એવી રીતે આ જ્ઞાન છે ઉપયોગ એ સ્વભાવ છે. જ્ઞાયકસ્વભાવ છે ત્રિકાળ, ઉપયોગ